અશ્લીલ સાહિત્યના ઉદેશ માટે બાળકનો ઉપયોગ - કલમ:૧૩

અશ્લીલ સાહિત્યના ઉદેશ માટે બાળકનો ઉપયોગ

જે કોઇપણ પ્રચાર પ્રસારના માધ્યમની કોઇપણ રીતના (કે જેમા ટેલિવિઝન ચેનલ અથવા ઇન્ટરનેટ અથવા અન્ય બીજા કોઇપણ ઇલેકટ્રોનીક માધ્યમ દ્રારા પ્રસારીત કાયૅક્રમ કે જાહેર ખબર અથવા છાપેલ માધ્યમ આવા કાયૅક્રમ અથવા જાહેર ખબરનો ઉદ્દેશ વ્યકિતગત ઉપયોગ માટેનો અથવા વહેંચણી માટેનો હોય કે ન હોય તે પણ સમાવિષ્ટ થાય છે) જાતિય સંતૃપ્તિ માટેના ઉદેશસર કે જેમા (એ) બાળકના જાતિય ઇન્દ્રિયોને દશૉવવુ (બી) વાસ્તવિક અથવા ખોટા જાતિય કૃત્યમાં બાળકને સંલગ્ન કરવા માટે ઉપયોગ (પ્રવેશ સહિત અથવા વગર) કરવો(સી) બાળકને અસ્લીલ અથવા બીભત્સ રીતે દશૅ આવવો તે અશ્લીલ કામગીરીના ઉદેશ માટે બાળકના ઉપયોગના ગુના માટે દોષીત ગણવામાં આવશે સ્પષ્ટીકરણઃ- આ કલમના ઉદેશ માટે બાળકનો ઉપયોગ શબ્દ જુથમાં કોઇપણ પ્રચાર પ્રસારના માધ્યમ વડે અશ્લીલતા સબંધી સાધન સામાગ્રીને જેમકે છાપેલા ઇલેકટ્રોનીક કોમ્પ્યુટર અથવા અન્ય કોઇપણ પ્રૌધોગિકી દ્રારા અશ્લીલ સાહિત્ય તૈયાર કરવુ બનાવવુ પ્રસ્તુત કરવુ સંદેશો પ્રસારણ કરવુ પ્રકાશિત કરવુ આગળ વધારવા માટે મદદ કરવી અને વહેંચણી કરવાને લગતી બાબતોનો સમાવેશ થાય છે.