
ગુનો કરવામાં મદદગારી
જે વ્યકિત એ ગુનો કરવામાં મદદ કરે કે જે પ્રથમઃ આવો ગુનો કરવા માટે કોઇપણ વ્યકિતને ઉશ્કેરે અથવા બીજું- એક અથવા બીજી વ્યકિત કે વ્યકિતઓને આવો ગુનો કરવા માટે કોઇપણ કાવતરા માટે રોકવા અને આ ગુનો થતા સમયે જો આવા કાવતરાને લીધે આવુ ગેરકાયદેસર કાર્ય અથવા કાયેલોપ થયુ હોય અથવા ત્રીજુ કોઇપણ ગેરકાયદેસર કાયૅ અથવા કાયૅલોપ દ્રારા આવો ગુનો કરવામાં ઇરાદાપુવૅક મદદ કરે સ્પષ્ટીકરણ-૧ આવી વ્યક્તિ જે જાણી જોઇને ગેર રજુઆત અથવા જાણી જોઇને સાહિત્ય સામગ્રીની હકીકતને છુપાવે કે જેને સ્પષ્ટ કરવા માટે બંધાયેલ છે સ્વૈચ્છીક રીતે કરશે કે ઉપલબ્ધ કરાવશે અથવા આવુ કરવાનુ કે આવુ કરવાનુ ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન કરે તેને આ ગુના કરવાની ઉશ્કેરણી કરી કહેવાશે સ્પષ્ટીકરણ-૨ જે કોઇ કાં તો આ કૃત્ય બનવાથી પહેલા અથવા આના બનવા સમયગાળા દરમ્યાન આવુ કૃત્ય બનવા માટે કોઇપણ પ્રકારની સહાયતા કરી આપે અને આવી સહાયતા સુવિધાને લીધે ઘટના બને તો તેણે ગુનો કરવામાં મદદગારી કરી કહેવાશે સ્પષ્ટીકરણ-૩ જે કોઇ બાળકને રોકે આશ્રય આપે મેળવે અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરે કે જે ધમકી અથવા બળ પ્રયોગ અથવા અન્ય કોઇપણ પ્રકારની જબરજસ્તી અપહરણ છેતરપીંડી કપટ દગા છળકપટ સતા અથવા પદના દુરપયોગ દ્રારા સ્વૈચ્છીક અથવા ચુકવણીની આપ લે અથવા આ અધિનિયમ હેઠળ બનતા કોઇપણ ગુનાના ઉદેશસારૂ અન્ય વ્યકિત ઉપર પ્રભુત્વ નિયંત્રણ ધરાવનાર વ્યકિતને લાભ મળે તે માટે સંમતિ આપવાને માટે કૃત્ય કરે છે તેણે આ ગુનો કરવામાં મદદગારી કરી કહેવાશે
Copyright©2023 - HelpLaw