ગુનાઓની નોંધણી - કલમ:૧૯

ગુનાઓની નોંધણી

(૧) ફોજદારી કાયૅરીતિ સંહિતા ૧૯૭૩ (૧૯૭૪ના રજા) માં ગમે તે આપ્યુ હોય તેને બાધ આવ્યા વગર કોઇપણ વ્યકિત (બાળા સહિત) જેને આ અધિનિયમ હેઠળ કોઇ ગુનો બનવાની શકયતાનુ અનુમાન હોય અથવા આ ગુનો થયો છે તેવી જાણકારી હોય તે આની સુચના (અ) ખાસ કિશોર પોલીસ એકમ અથવા (બ) સ્થાનીક પોલીસને આપશે (૨) પેટા કલમ (૧) અંતગૅત આપવામાં આવેલ દરેક નિવેદનોને (એ) એક વિશેષ નોંધણી નંબર આપી અને તેની લેખિતમાં નોંધ કરવી (બી) સુચના આપનારને વાંચી સંભળાવવી (સી) પોલીસ એકમ દ્વારા રાખવામાં આવેલ પુસ્તીકામાં આની નોંધ કરવાની રહેશે (૩) જયારે પેટા કલમ (૧) અન્વયે આ માહિતી નિવેદન બાળક દ્રારા આપવામાં આવ્યા હોય ત્યા પેટા કલમ (૨) અન્વયે સામાન્ય ભાષામાં લખવાના રહેશે જેથી બાળક આ માહિતી નિવેદનના નોંધના તત્વોને સમજી શકે (૪) જે કિસ્સમાં નોંધની ભાષાને બાળક સમજી શકવા માટે સક્ષમ ન હોય અથવા જયાં આની આવશ્યકતા ઊભી થઇ હોય ત્યા બાળકને લાયકાત અને અનુભવ ધરાવતા અનુવાદક અથવા અધૅઘટનકારની સહાયતા અપાશે અને નિયત કર્યો. નુસારની ફીની ચુકવણી કરશે (૫) જયારે ખાસ કિશોર પોલીસ એકમ અથવા સ્થાનિક પોલીસ સંતુષ્ટ હોય કે બાળક કે જેની સામે ગુનો બન્યો છે તે કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળુ બાળક છે તો ત્યા આ કારણોની લેખિતમાં નોંધ કયૅ । પછી તેને એવી કાળજી અને રક્ષણ (જેમા બાળકને સંરક્ષણ ગૃહ અથવા નજીકના દવાખાનામાં દાખલ કરવા) ની તાકીદે વ્યવસ્થા કરશે સુચના મળ્યાના ચોવીસ કલાકની અંદર જે નિÙરીત કરવામાં આવ્યુ હોય (૬) ખાસ કિશોર પોલીસ એકમ અથવા સ્થાનિક પોલીસ અકારણ વિલંબ કર્યું। વિના પણ ચોવીસ કલાકની અંદર આની જાણ બાળકની કાળજી અને રક્ષણની જરૂરિયાત અને આના હેઠળ લીધેલા પગલાઓની જાણ બાળ કલ્યાણ સમિતિ અને વિશેષ અદાલત અથવા જયા વિશેષ અદાલત નિયુકત ન હોય ત્યાં સેસન્સ અદાલત રહેશે(૭) પેટા કલમ (૧) વયે શુધ્ધ બેધ્ધિથી સુચના આપનાર વ્યકિત દીવાની કે ફોજદારી જવાબદારી માટે જવાબદાર બનશે નહીં.