કેસોના હેવાલ માટે પ્રચાર પ્રસાર સ્ટુડિયો અને ફોટોગ્રાફિક સુવિધા માટેની ફરજ - કલમ:૨૦

કેસોના હેવાલ માટે પ્રચાર પ્રસાર સ્ટુડિયો અને ફોટોગ્રાફિક સુવિધા માટેની ફરજ

મીડીયા અથવા હોટેલ અથવા લોજ અથવા હોસ્પીટલ અથવા કલબ અથવા સ્ટુડિયો અથવા ફોટોગ્રાફિક સુવિધા સાથે જોડાયેલ કોઇપણ સંસ્થા કે જે નામથી ઓળખાતી હોય ત્યાં કેટલી સંખ્યામાં વ્યકિતઓ રોકાયેલા છે તેને ધ્યાનમાં લીધા વગર કોઇપણ સાધન સામગ્રી અથવા સાહિત્ય સામગ્રીના સંપકૅમાં આવે કે જેમા બાળકનુ જાતિય શોષણ આમાના કોઇપણ માધ્યમના ઉપયોગ દ્રારા કરવામાં આવી રહયુ હોય (જેમા નગ્ન કામચેષ્ટા સબંધી અશ્લીલ સાહિત્ય જાતિયતાથી સબંધીત અથવા બાળક કે બાળકોને બીભત્સ રીતે દશૅ વવાનો સમાવેશ થાય છે) તે અંગેની માહિતી કિસ્સાનુસાર જે કાંઇપણ હોય વિશિષ્ટ બાળ પોલીસ એકમ અથવા સ્થાનિક પોલીસને પુરી પાડવી