
કેસનો અહેવાલ અથવા નોંધણી કરવામાં નિષ્ફળતા માટેની સજા
(૧) કોઇપણ વ્યકિત આ અધિનિયમની કલમ-૧૯ની પેટા કલમ (૧) અથવા કલમ-૨૦ હેઠળના ગુનો બન્યાનો અહેવાલ આપવામાં નિષ્ફળ જાય છે અથવા આ અધિનિયમની કલમ-૧૯ની પેટા કલમ(૨) હેઠળ બેનલા ગુનાની નોંધણી કરવામાં નિષ્ફળ જાય છે તેને કોઇપણ સમયગાળા માટેની કેદની સજા કે જેને છ માસ સુધી વિસ્તારી શકાય તેની અથવા દંડ અથવા બન્ને સજા થઇ શકશે (૨) કોઇપણ વ્યકિત કે જેને આધીન કોઇ કંપની અથવા સંસ્થા (કે જે કોઇપણ નામે ઓળખાતી હોય) તેઓના નિયંત્રણમાં કામ કરતી કોઇપણ નીચલા હોદાની વ્યકિત સબંધી થયેલ કલમ ૧૯ની પેટા કલમ (૧) હેઠળ આવા ગુનાની નોંધણી કરવામાં નિષ્ફળ રહે છે તેને કા તો નિર્દિષ્ટ કરવામાં આવેલ સમયગાળા માટેની સજા કે જેને એક વષૅ સુધી વિસ્તારી શકાય તેટલી કદની અને દંડની સજા થશે (૩) આ અધિનિયમની પેટા કલમ (૧)ની જોગવાઇઓ બાળક ઉપર અમલી બનશે નહી
Copyright©2023 - HelpLaw