ખોટી ફરીયાદ અથવા ખોટી માહિતી માટેની સજા
(૧) કોઇપણ વ્યકિત જે કલમ ૩ ૫ ૭ અને કલમ ૯ હેઠળના ગુનો બનવા સબંધી કોઇપણ વ્યકિત વિરૂધ્ધ ખોટી ફરીયાદ કરે અથવા ખોટી માહિતી આપે કે જેનો સીધો સબંધ તેઓને હલકા પાડવા જોરજબરજસ્તીથી અથવા ધમકી અથવા બદનક્ષી કરવાના ઇરાદાથી લાવવામાં આવી હોય તે છ માસ સુધી વિસ્તારી શકાય તેટલા કોઇપણ સમયગાળા માટે કેદની સજાને અથવા દંડ અથવા બન્નેને પાત્ર ઠરશે (૨) જયારે બાળક દ્રારા આવી ખોટી ફરીયાદ કરવામાં આવી હોય અથવા ખોટી માહિતી પુરી પાડવામાં આવી હોય તો ત્યાં તે કોઇપણ સજાને પાત્ર બનતો નથી (૩) જે કોઇપણ બાળક નથી આ અધિનિયમ હેઠળના કોઇપણ ગુના માટે ખોટુ છે તેવુ જાણવા છતા બાળકની વિરૂધ્ધ ખોટી ફરીયાદ કરે છે અથવા ખોટી માહિતી પુરી પાડે કે જેથી બાળક પીડિત બની જાય તો ત્યા તેઓને એક વષૅ સુધી વિસ્તારી શકાય તેટલી કેદની અથવા દંડની અથવા બન્ને સજાને પાત્ર ઠરશે
Copyright©2023 - HelpLaw