પ્રચાર પ્રસારના માધ્યમ માટેની પ્રક્રિયા - કલમ:૨૩

પ્રચાર પ્રસારના માધ્યમ માટેની પ્રક્રિયા

(૧) કોઇપણ વ્યકિત કોઇપણ બાળક વિરૂધ્ધ કોઇપણ હેવાલ પ્રતિભાવ મીડિયા અથવા સ્ટુડિયો અથવા ફોટોગ્રાફીક સુવિધામાંની કોઇપણ રીત દ્રારા સંપુણૅ અને અધિકૃત માહિતી વગર પ્રસ્તુત કરી શકશે નહિ કે જેની અસર તેની આબરૂમાં ઘટાડો અથવા તેની ગુપ્તતાનુ ઉલ્લંઘન થાય તેવુ હોય (૨) કોઇપણ મીડિયા (પ્રચાર પ્રસારના માધ્યમો) બાળકની ઓળખ છતી થતી હોય કે જેમા તેનુ નામ સરનામુ ફોટોગ્રાફ કૌટુંબિક વિગતો શાળાનુ નામ પાડોશી અથવા અન્ય બીજી ચોકકસ વિગતો કે જેના લીધે બાળકની ઓળખ છતી થતી હોય તેવા અહેવાલને પ્રકાશીત કરી શકશે નહી જોગવાઇ એવી છે કે આ અધિનિયમ હેઠળની ઇન્સાફી કાર્યવાહીને અધિકૃતતા આપવા માટે વિશેષ અદાલતનો અભિપ્રાય એવો હોય કે જો બાળકના હિત ખાતર આવી (માહિતી) જાહેર કરવામાં આવે તો (અદાલત) લેખિતમાં કારણોની નોંધણી કરી આવી પરવાનગી આપી શકશે (૩) પ્રચાર પ્રસારના માધ્યમ અથવા સ્ટુડિયો અથવા ફોટોગ્રાફિકલ સુવિધા ધરાવનાર પ્રકાશક અથવા માલિક તેના કમૅચારીના કૃત્ય અથવા કૃત્ય લોપ માટે સંયુકત રીતે અથવા વિભકત રીતે જવાબદાર ઠરશે (૪) કોઇપણ વ્યકિત કે જે પેટા કલમ (૧) અથવા પેટા કલમ (૨)ની જોગવાઇઓનો ભંગ કરે તો તેને છ માસ કરતા ઓછી ન હોય કે જેને એક વષૅ સુધી વિસ્તારી શકાય તેવી કેદની અથવા દંડની અથવા બન્ને સજા આપી શકાશે