
બાળકના નિવેદનની નોંધણી
(૧) બાળકના નિવેદનની નોંધણી તેના ઘરે અથવા બાળક જે જગ્યાએ સામાન્ય રીતે રહેતો હોય ત્યાં અથવા તેની મનપસંદ જગ્યાએ સબ ઇન્સ્પેકટરથી નીચેનો દરજજો ધરાવતો ન હોય જયાં સુધી શકય હોય ત્યાં સુધી સ્ત્રી પોલીસ અધિકારી દ્રારા નોંધવામાં આવશે (૨) બાળકનુ નિવેદન નોંધતી વખતે પોલીસ અધિકારી પોલીસ ગણવેશમાં ન હોવો જોઇએ (૩) પોલીસ અધિકારી તપાસ હાથ ધરતા તેઓ એ ખાતરી કરશે કે તે સમયે બાળક આરોપી સાથે કોઇપણ રીતથી સંપકૅમાં આવ્યુ હોવુ જોઇએ નહી. (૪) કોઇપણ કારણોસર બાળકને રાત્રી સમયે પોલીસ સ્ટશેનમાં રાખી શકાશે નહી. (૫) પોલીસ અધિકારીએ બાળકની ઓળખ સબંધે સુરક્ષાની ખાતરી આપવી પડશે કે બાળકના હિત સારૂ વિશેષ અદાલતે આપેલા નિર્દેશો વગર અન્યથા તેની ઓળખ જાહેર પ્રચારના માધ્યમોમાં પ્રગટ ન થાય તે અંગે બાળકને રક્ષણ આપવામાં આવશે.
Copyright©2023 - HelpLaw