
મેજિસ્ટ્રેટ દ્રારા બાળકના નિવેદનની નોંધ
(૧) જયારે બાળકનુ નિવેદન ફોજદારી કાયૅરીતિ સંહિતા ૧૯૭૩ (૧૯૭૪ના રજા) (આથી સંહિતાથી સંદભીત કરવામાં આવે છે) ની કલમ ૧૬૪ હેઠળ નોંધણી કરવામાં આવતી હોય મેજિસ્ટ્રેટ આ નિવેદનની નોંધણી કરતા હોય તેમા જે પણ કહેવામાં આવ્યુ હોય જેવી રીતે બાળક દ્રારા કહેવામાં આવ્યુ હોય તે રીતે નોંધ કરશે જોઇવાઇ એવી છે કે સંહિતાની કલમ-૧૬૪ ની પેટા કલમ (૧) પ્રથમ પરંતુકમાં કરવામાં આવેલી જોગવાઇ કે જે આરોપીના વકીલની હાજરીને સ્પષ્ટ કરે છે તે આ કલમને . લાગુ પડશે નહી (૨) મેજિસ્ટ્રેટ બાળકને અને તેના માતા પિતા અથવા પ્રતિનિધિને પોલીસ દ્રારા સંહિતાની કલમ – ૧૭૩ હેઠળ આખરી અહેવાલ આપ્યા પછી સંહિતાની કલમ ૨૦૭ હેઠળ વિશિષ્ટ દસ્તાવેજોની નકલ આપશે
Copyright©2023 - HelpLaw