નિવેદન નોંધણી સબંધી વધારાની જોગવાઇઓ - કલમ:૨૬

નિવેદન નોંધણી સબંધી વધારાની જોગવાઇઓ

(૧) મેજિસ્ટ્રેટ અથવા પોલીસ અધિકારી કિસ્સનુસાર જે હોય બાળક દ્રારા કહેવામાં આવેલા નિવેદન બાળકના માતા પિતાની હાજરી અથવા એવી કોઇપણ વ્યકિત કે જેના ઉપર બાળકને વિશ્ર્વાસ અથવા ભરોસો હોય તેની હાજરીમાં નિવેદનોની નોંધણી કરશે (૨) બાળકના નિવેદનની નોંધણી કરતી વખતે જયાં પણ આવશ્યકતા હોય કેસ મુજબ મેજિસ્ટ્રેટ અથવા પોલીસ અધિકારી આવી લાયકાત અનુભવ ધરાવતા અનુવાદ અથવા અથૅઘટનકારની સહાયતા લઇ શકશે અને તેને નિયત કાયૅનુસારની ફીની ચુકવણી કરશે (૩) મેજિસ્ટ્રેટ અથવા પોલીસ અધિકારી કેસ મુજબ માનસિક અથવા શારીરિક અસક્ષમતા ધરાવતા બાળકના કેસમાં ખાસ કેળવણીકાર અથવા કોઇપણ સુપરિચિત વ્યકિત કે જે બાળક સાથે વાતચીત કરવાની રીત અથવા આ ક્ષેત્રનો નિષ્ણાંત હોય એવી લાયકાત અનુભવ ધરાવતી વ્યકિતની સહાયતા લઇ શકશે અને તેને નિયત કાયૅનુસારની ફીની ચુકવણી કરશે (૪) જયાં પણ શકય હોય મેજિસ્ટ્રેટ અથવા પોલીસ અધિકારી કેસ મુજબ જે કાંઇપણ હોય બાળક દ્રારા અપાયેલા નિવેદનને શ્રાવ્ય દશ્ય ઇલેકટ્રોનિક રીત મારફત નોંધણીની ખાતરી આપશે