
બાળકની તબીબી તપાસ
(૧) જે બાળકના સબંધે આ અધિનિયમ હેઠળ કોઇ ગુનો બન્યો હોય અને તેના સબંધે આ અધિનિયમ અન્વયે પ્રાથમિક બાતમી અહેવાલ કે ફરીયાદ ના થઇ હોય તેને ધ્યાનમાં લીધા વિના ફોજદારી કાયૅરીતી સંહિતા ૧૯૭૩ (૧૯૭૪નો રજો)ની કલમ – ૧૬૪એ હેઠળ તેની તબીબી તપાસ કરવાની રહેશે (૨) બાળ છોકરીના કિસ્સામાં આવી તબીબી તપાસ સ્ત્રી તબીબ દ્રારા હાથ ધરવામાં આવશે (૩) બાળકની તબીબી તપાસ તેના માતા પિતા અથવા અન્ય એવી વ્યકિત કે જેના ઉપર (બાળકને) વિશ્ર્વાસ અથવા ભરોસો હોય તેની હાજરીમાં હાથ ધરવામાં આવશે (૪) જયારે પેટા કલમ (૩)માં દૉવેલ બાળકના માતા પિતા અથવા અન્ય વ્યકિત બાળકની તબીબી તપાસ દરમ્યાન કોઇપણ કારણોસર હાજર થઇ શકેલ ન હોય તો ત્યાં બાળકની તબીબી તપાસ તબીબી સંસ્થાના પ્રમુખ મારફત નીમવામાં આવેલ સ્ત્રીની હાજરીમાં હાથ ધરવાની રહેશે
Copyright©2023 - HelpLaw