વિશેષ અદાલતો નિમવા બાબત - કલમ:૨૮

વિશેષ અદાલતો નિમવા બાબત

(૧) ઝડપી ઇન્સાફી કાર્યવાહીના હેતુથી રાજય સરકાર વડી અદાલતના મુખ્ય ન્યાયમુતિ સાથે વિચાર વિનિમય કરી અધિકૃત (રાજયપત્રમાં) જાહેરનામા વડે દરેક જિલ્લામાં આ અધિનિયમ હેઠળના ગુનાની ન્યાયીક કાયૅવાહી માટે સેશન્સ અદાલતને વિશેષ અદાલત તરીકે નીમશે જોગવાઇ એવી છે કે જો સેશન્સ અદાલત બાળ અધિકાર સુરક્ષાના પંચ ૨૦૦૫ હેઠળ બાળ અદાલત તરીકે જાહેર થઇ હોય અથવા તેવા સમયે અમલી કોઇપણ અન્ય કાયદા હેઠળ આવા સમાંતર ઉદેશસર વિશેષ અદાલત તરીકે નીમવામાં આવી હોય આ કલમ હેઠળ આવી અદાલતને વિશેષ અદાલત માનવમાં આવશે (૨) આ અધિનિયમ હેઠળના ગુનાઓની ઇન્સાફી કાયૅવાહી કરતી વખતે વિશેષ અદાલત આ સાથે (પેટા કલમ (૧) સંદર્ભીત ગુના વગરના અન્ય )જે કોઇ આરોપી હોય તેની સામે ફોજદારી કાયૅરીતિ સંહિતા ૧૯૭૩ (૧૯૭૪નો રજો) હેઠળના તહોમત અંગે સમાન રીતે ન્યાયી કાયૅવાહી ચલાવશે (૩) આ અધિનિયમ હેઠળ રચવામાં આવેલ વિશેષ અદાલતને અન્યથા કાંઇપણ અપેક્ષિત ન હોય ઇન્ફમૅશન ટેકનોલોજી એકટ ૨૦૦૦ (૨૦૦૦ના ૨૨મો) ની કલમ – ૬૭-બી હેઠળના ગુનાઓ કે જેના સબંધ સ્પષ્ટપણે જાતિય સાધન સામગ્રી કે જે ચિત્ર/શબ્દોમાં બાળકોને કોઇ કૃત્ય કરતા પ્રકાશીત અથવા પ્રસારણ કરે અથવા વતૅણુક અથવા રીત અથવા ઓનલાઇનની સુવિધા દ્રારા દુરપયોગ કરે