દોષીની માનસિક સ્થિતિ અંગે અનુમાન - કલમ:૩૦

દોષીની માનસિક સ્થિતિ અંગે અનુમાન

(૧) આ અધિનિયમ હેઠળના કોઇપણ ગુના માટેની કોઇપણ કાનુની કાયૅવાહી કે જે આરોપીના તરફથી દોષપાત્ર માનસિક સ્થિતિ માટે જરૂરી હોય ત્યાં વિશેષ અદાલત અસ્તિત્વ ધરાવતી આવી માનસિક સ્થિતી અંગે અનુમાન કરશે પરંતુ આરોપીને પોતાના બચાવમાં એ હકીકત સાબિત કરવી પડશે કે તેની માનસિક સ્થિતિ સાથે તહોમત મુકવામાં આવેલ ગુના કે જેની કાનુની કાયૅવાહી કરવામાં આવી રહી છે તેની સાથે કોઇ સબંધ નથી (૨) આ કલમના હેતુસારૂ હકીકત ત્યારે જ સાબિત થયેલી જ ગણાશે કે જયારે વિશેષ અદાલતને એમ માનવાને લાગે કે અસ્તિત્વ એ વાજબી શંકાની પાર છે અને માત્ર તેનુ હોવાનુ પ્રસ્થાપિત માત્ર પ્રભાવની શકયતા નથી સ્પષ્ટીકરણઃ- આ કલમમાં દોષીત માનસિક સ્થિતિની અંદર ઇરાદો પ્રેરક/પ્રવતૅક હકીકતની જાણકારી અને વિશ્ર્વાસ અથવા હકીકતને માનવાને સમાવેશ થાય છે