વિશેષ અદાલત સમક્ષની કાયૅવાહીમાં ફોજદારી કાયૅરીતિ સંહિતા ૧૯૭૩ની અમલીકરણ - કલમ:૩૧

વિશેષ અદાલત સમક્ષની કાયૅવાહીમાં ફોજદારી કાયૅરીતિ સંહિતા ૧૯૭૩ની અમલીકરણ

આ અધિનિયમમાં જે જોગવાઇ કરવામાં આવી હોય તેને બાદ કરતા ફોજદારી કાયૅરીતિ સંહિતા ૧૯૭૩ (૧૯૭૪નો રજા) ની જોગવાઇઓ (જેમા જામીન અને મુચરકાની જોગવાઇ સમાવિષ્ટ) વિશેષ અદાલત રૂબરૂ અમલી થશે અને આ જોગવાઇના માટે ખાસ અદાલતને સત્ર અદાલત માનવામાં આવશે અને જે વ્યકિત ખાસ અદાલતમાં કેસ ચલાવતો હોય તેને ખાસ સરકારી વકીલ ગણવામાં આવશે