વિશેષ સરકારી વકીલ - કલમ:૩૨

વિશેષ સરકારી વકીલ

(૧) રાજય સરકાર સરકારી જાહેરાનામા દ્રારા આ અધિનિયમની જોગવાઇઓ હેઠળ આવતા કેસોની ન્યાયી કાયૅવાહી ચલાવવા માટે દરેક વિશેષ અદાલતમાં ખાસ સરકારી વકીલની નીમણુક કરી શકાશે (૨) પેટા કલમ (૧) હેઠળ ખાસ સરકારી વકીલ તરીકે એવી વ્યકિત લાયક ગણાશે કે જેને વ્યવસાયિક વકીલ તરીકેનો અનુભવ સાત વષૅ કરતા ઓછા સમય માટેનો ન હોય (૩) દરેક વ્યકિત કે જેની નિયુકિત આ કલમ હેઠળ ખાસ સરકારી વકીલ તરીકે થઇ હોય તો તેઓએ ફોજદારી કાયૅરીતિ સંહિતા ૧૯૭૩ (૧૯૭૪ના ૨જા)ની કલમ-૨ની પેટા કલમ (યુ) માં વ્યાખ્યાન્વીત સરકારી વકીલના અર્થમાં ગણવામાં આવશે અને સંહિતાની જોગવાઇઓ અસરકારક રીતે અનુક્રમે લાગુ પડશે