
ખાસ અદાલતની કાર્યવાહી અને સતા
(૧) આ ખાસ અદાલત એવી હકીકતોની મળેલી ફરીયાદ કે જે એવો ગુનો બનતો હોય અથવા એવી હકીકતોનો પોલીસ અહેવાલ ઉપર આરોપીને ઇન્સાફી કાર્યવાહી માટે મોકલ્યા વિના તેનુ કોગ્નીઝન્સ લઇ શકાશે (૨) ખાસ સરકારી વકીલ અથવા જે કેસ મુજબ આરોપી પક્ષના વકીલ જયારે બાળકની સર તપાસ ઉલટ તપાસ અથવા પુનઃ તપાસની નોંધણીના સમયે ઊભા થતા પ્રશ્નોને જે બાળકને પુછવાના હોય તેને ખાસ અદાલત સમક્ષ રજુ કરવા પડશે (અદાલત આ પ્રશ્નો બાળકને પુછશે (૩) ખાસ અદાલતને સંભવતઃ જો એવુ વિચારણામાં લેવુ આવશ્યક બને તો ઇન્સાફી કાર્યવાહી દરમ્યાન અમુક સમયના અંતરે બાળકને વિરામ માટેની પરવાનગી આપી શકશે (૪) ખાસ અદાલત બાળ દોરતીભર્યું વાતાવરણ (બાળકને માટે) તૈયાર થાય તે માટે તેના કુટુંબના સભ્યો વાલી દોસ્તો અથવા સગા વ્હાલા કે જેની ઉપર બાળક વિશ્ર્વાસ અને ભરોસો રાખતો હોય તેઓને અદાલતમાં હાજર રહેવા માટેની પરવાનગી આપશે (૫) ખાસ અદાલત એ વાતની ખાતરી આપશે કે બાળકને સાક્ષી પુરાવા લેવા માટે વારંવાર અદાલતમાં બોલાવવામાં આવશે નહીં (૬) ખાસ અદાલત ઉગ્ર અને બાળકની ચાલ ચલગતનુ મુલ્યાંકન કરતા પ્રશ્નો પુછવાની પરવાનગી નહી આપે અને પુણૅ ન્યાયીક કાયૅવાહી દરમ્યાન બાળકની ગરીમા જળવાઇ રહે તેની ખાતરી આપશે (૭) ખાસ અદાલત તપાસ અથવા ઇન્સાફી કાયૅવાહીના કોઇપણ સમયે બાળકની ઓળખ જાહેર ન થાય તે વાતની ખાતરી આપશે જોગવાઇ એવી છે કે જો ખાસ અદાલતને એમ લાગે કે બાળકની ઓળખ જાહેર કરવી એ બાળકના સર્વોતમ હિતમાં છે તો અદાલતે આ અંગેના કારણોની લેખિતમાં નોંધ કરી આવી ઓળખને જાહેર કરવાની પરવાનગી આપી શકશે સ્પષ્ટીકરણ:- આ પેટા કલમના હેતુસારૂ બાળકની ઓળખમાં બાળકના પરિવારની ઓળખ શાળા સગા સબંધીઓ પાડોશીઓ અથવા બીજી કોઇ સુચના જે બાળકની ઓળખ પ્રગટ કરતી હોય તેનો પણ સમાવેશ થાય છે (૮) યથાયોગ્ય કિસ્સામાં ખાસ અદાલત સજાથી વધારે શારીરિક અથવા માનસિક આઘાત માટે અથવા એવા બાળકના તાત્કાલિક પુનઃ વસન માટે જે નિયત કરવામાં આવ્યુ હોય તેવા વળતર ચુકવણી માટેનો નિર્દેશો આપી શકશે (૯) આ અધિનિયમની જોગવાઇઓને ધ્યાનમાં રાખીને ખાસ અદાલત આ અધિનિયમ સબંધી કોઇપણ ગુનાની ઇન્સાફી કાર્યવાહીના હેતુસારૂ સત્ર અદાલત જેટલી સતા ભોગવશે અને આવા ગુનાની કાયૅવાહી માટે કોર્ટ ઓફ સેશન્સમાં હાથ ધરવામાં આવી હોય તે રીતે હાથ ધરશે અને સંભવતઃ જયાં સુધી ફોજદારી કાયૅરીતિ સંહિતા ૧૯૭૩ (૧૯૭૪નો રજા) માં નિદિષ્ટ કરેલી કાયૅવાહીનો પ્રશ્ન છે ત્યાં સુધી આવી કાયૅવાહી કોર્ટ ઓફ સેશન્સ સમક્ષ કરવામાં આવેલી કાયૅવાહી મુજબની ગણવામાં આવશે
Copyright©2023 - HelpLaw