બાળક દ્રારા કરવામાં આવેલ ગુનાના કિસ્સામાં કાયૅવાહી અને વિશેષ અદાલતમાં તેની ઉમરનુ નિધૅારણ - કલમ:૩૪

બાળક દ્રારા કરવામાં આવેલ ગુનાના કિસ્સામાં કાયૅવાહી અને વિશેષ અદાલતમાં તેની ઉમરનુ નિધૅારણ

(૧) જયારે આ અધિનિયમ હેઠળ બાળક દ્રારા કોઇ ગુનો કરવામાં આવે ત્યારે આવા બાળક સાથે જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રા) એકટ ૨૦૦૦ (૨૦૦૦નો ૫૬મો) હેઠળ કરવામાં આવેલી જોગવાઇ મુજબ વ્યવહાર કરવાનો રહેશે (૨) ખાસ અદાલત સમક્ષ ચાલતી કોઇપણ ન્યાયી કાયૅવાહી દરમ્યાન જો એવો કોઇપણ પ્રશ્ન ઉપસ્થિત થાય કે શુ વ્યકિત शु બાળક છે કે નહી તો ત્યાં ખાસ અદાલત દ્રારા સ્વયં સંતુષ્ટ થયા બાદ આવી વ્યકિતની ઉમર સબંધી પ્રશ્નનુ નિધૅારણ કરશે અને આવા નિધૅારણ માટેના કારણોની લેખિતમાં નોંધ પણ કરશે. (૩) ખાસ અદાલત દ્રારા કરવામાં આવેલા આદેશને નાબુદ કરવામાં આવશે નહી માત્ર એ આધાર ઉપર કે પેટા કલમ (૨) હેઠળ નકકી કરવામાં આવેલી વ્યકિતની ઉમર બીજી કોઇપણ સાબિતી દ્રારા એ સાબિત થાય છે કે પહેલા નકકી કરેલી ઉંમર સાચી નથી.