બાળકના પુરાવા નોંધવાની અને કેસના નિકાલ માટેનો સમયગાળો
(૧) ખાસ અદાલત ગુનાને ધ્યાનમાં લીધાને ત્રીસ દિવસમાં બાળકના પુરાવાને નોંધી લેવાના રહેશે અને વિલંબ માટેના કારણો જો કોઇ હોય તો વિશેષ અદાલત દ્રારા તેની નોંધ લેવામાં આવશે (૨) ખાસ અદાલત ગુનાને ધ્યાનમાં લીધાની તારીખથી લઇને નિયત કરવામાં આવેલ એક વષૅના સમયગાળાની અંદર જયાં સુધી શકય હોય ત્યાં સુધીમાં ન્યાયીક કાયૅવાહીને પુણૅ કરશે નોંધઃ- આ અધિનિયમ હેઠળ મધ્યપ્રદેશમાં પહેલો કેસ ૬ઠ્ઠી જાન્યુઆરી ૨૦૧૩માં નોંધાયો અને તેને માત્ર આઠ દિવસની અંદર પુરો કરવામાં આવેલ જે આ અધિનિયમના હેતુપતી કરવા માટેનુ શ્રેષ્ટ ઉદાહરણ છે. કલમ ૩૬ બાળકને ચકાસતી વખતે આરોપી નજરે પડવો જોઇએ નહી (૧) ખાસ અદાલત એ વાતની ખાતરી આપશે કે પુરાવા નોંધતી વખતે બાળકને કોઇપણ રીતથી આરોપી નજરે પડવો જોઇએ નહી જયારે સમાન સમયે એ વાતની પણ ખાતરી આપશે કે આરોપી બાળકે આપેલ નિવેદન સાંભળી શકશે અને આ અંગે તેના વકીલ સાથે વાતચીત પણ કરી શકશે (૨) પેટા કલમ (૧)ના હેતુસારૂ ખાસ અદાલત બાળકનુ નિવેદન વિડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી અથવા એક તરફથી દેખાય તેવા અરીસાના ઉપયોગ વડે અથવા પડદા વડે અથવા કોઇપણ અન્ય સાધન દ્રારા નોંધી શકશે
Copyright©2023 - HelpLaw