બાળકના પુરાવા નોંધતી વખતે અથૅઘટનકાર અથવા નિષ્ણાતની મદદ - કલમ:૩૮

બાળકના પુરાવા નોંધતી વખતે અથૅઘટનકાર અથવા નિષ્ણાતની મદદ

(૧) બાળકના પુરાવા નોંધતી વખતે જયાં પણ આવશ્યકતા હોય ત્યાં અદાલત આવી લાયકાત અને અનુભવ ધરાવતા અનુવાદક અથવા અથૅઘટનકારની મદદ લઇ શકશે અને નિયત કયૅાનુસારની ફીની ચુકવણી કરશે (૨) માનસિક અથવા શારીરિક અસક્ષ્મતા ધરાવતા બાળકના કેસમાં ખાસ અદાલત ખાસ કેળવણીકાર અથવા કોઇપણ સુપરિચિત વ્યકિત કે જે બાળક સાથે વતાલાપ કરવાની રીત અથવા આ ક્ષેત્રનો નિષ્ણાંત હોય એવી લાયકાત અનુભવ ધરાવતી વ્યકિતની મદદ લઇ શકશે અને નકકી કયૅાનુસારની ફીની ચુકવણી કરશે