
વૈકલ્પિક સજા
જયારે કોઇ કૃત્ય અથવા કૃત્ય લોપ આ અધિનિયમ હેઠળ સજાપાત્ર બનતુ હોય અને ભારતીય દંડ સંહિતાની ૧૮૬૦ ની કલમ-૧૬૬એ, ૩૫૪એ, ૩૫૪બી, ૩૫૪સી, ૩૫૪ડી, ૩૭૦, ૩૭૦એ, ૩૭૫, ૩૭૬, ૩૭૬એ, ૩૭૬બી, ૩૭૬એબી, ૩૭૬સી, ૩૭૬ડી, ૩૭૬ડીએ, ૩૭૬ડીબી, ૩૭૬ઇ, અથવા કલમ ૫૦૯ અથવા ઇન્ફોમૅશન ટેકનોલોજી અધિનિયમ ૨૦૦૦ (સન ૨૦૦૦નો રજો) ની કલમ ૬૭-બી હેઠળ શિક્ષાને પાત્ર બનતુ હોય ત્યારે જે તે સમયે અમલમાં હોય તેવા કોઇ કાયદામાં ગમે તે સમાવિષ્ટ હોય તેમ છતા; દોષિત ઠરેલ ગુનેગાર આ અધિનિયમ હેઠળ અથવા આઇ.પી.સી હેઠળ તે ગુના માટે ઠરાવવામાં આવેલ શિક્ષામાંથી જે તે શિક્ષા વધુ હોય તેવી શિક્ષાને પાત્ર થશે. (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૨૫ કલમ ૪૨માં સુધારો કરવામાં આવેલ છે. ))
Copyright©2023 - HelpLaw