આ અધિનિયમના અમલ માટે દેખરેખ - કલમ:૪૪

આ અધિનિયમના અમલ માટે દેખરેખ

(૧) બાળકના અધિકાર સંરક્ષણ માટેના પંચનો અધિનિયમ ૨૦૦૫ (૨૦૦૬નો ૪થો) ની કલમ-૩ હેઠળ રચવામાં આવેલ બાળ અધિકારોની સુરક્ષા માટેના રાષ્ટ્રીય પંચ અથવા કલમ-૧૭ હેઠળ રચવામાં આવેલ બાળ અધિકારોની સુરક્ષા માટેના રાજય પંચ કેસ મુજબ જે પણ હોય તે અધિનિયમ દ્રારા આપવામાં આવેલા કાર્યો સિવાયના જે રીતથી નિયત કરવામાં આવેલ હોય આ અધિનિયમનુ અમલીકરણ અને તેની દેખરેખ પણ કરશે (૨) રાષ્ટ્રીય પંચ અથવા કિસ્સાનુસાર રાજય પંચ પેટા કલમ (૧)માં સંદર્ભીત કરવામાં આવેલ બાબત અંગે આ અધિનિયમ હેઠળના કોઇપણ ગુના સબંધીત બાબત વિષયક તપાસ હાથ ધરી શકશે બાળકના અધિકાર સંરક્ષણ માટેના પંચનો અધિનિયમ ૨૦૦૫ (૨૦૦૬નો ૪થો) હેઠળ જે સતા છે તેવી જ સમાન સતા આમા નિહિત થશે (3) રાષ્ટ્રીય પંચ અથવા કેસ મુજબ રાજય પંચ પેટા કલમ (૧)માં સંદર્ભીત કરવામાં આવેલ બાબત અંગે કે જેમા આ અધિનિયમ હેઠળ બાળકના અધીકાર સંરક્ષણ પંચ અધિનિયમ ૨૦૦૫ (૨૦૦૬નો ૪થો) ની કલમ -૧૬ હેઠળ તેનો વાષિક અહેવાલ આપવાનો પણ સમાવેશ થાય છે.