ટૂંકી સંજ્ઞા વ્યાપ્તિ અને આરંભ - કલમ:૧

ટૂંકી સંજ્ઞા વ્યાપ્તિ અને આરંભ

આ અધિનિયમ ભારતનો પુરાવા અધિનિયમ ૧૮૭૨ કહેવાશે તે સમગ્ર ભારતને લાગુ પડે છે અને ભૂમિદળ અધિનિયમ નોકાદળ શિસ્ત અધિનિયમ અથવા ભારત નૌકાદળ (શિસ્ત) અધિનિયમ ૧૯૩૪ (સન ૧૯૩૪નો ૩૪મો) અથવા હવાઇદળ અધિનિયમ હેઠળ બોલાવેલી લશ્કીર કોટૅ સિવાયની લશ્કરી કોટૅ સહિતના કોઇપણ ન્યાયાલયમાંની અથવા ન્યાયાલય સમક્ષની તમામ ન્યાયિક કાયૅવાહીની લાગુ પડે છે પણ કોઇ ન્યાયાલય કે અધિકારી સમક્ષ રજૂ કરેલા સોગંદનામાને તેમજ કોઇ લવાદ સમક્ષ ચાલતી કાયૅવાહીને તે લાગુ પડતો નથી. અને તે ૧૮૭૨ના સપ્ટેમ્બર મહિનાની પહેલી તારીખે અમલમાં આવશે