અથૅઘટનની કલમ - કલમ:૩

અથૅઘટનની કલમ

સંદભૅ ઉપરથી જુદો ઇરાદો જણાતો ન હોય તો આ અધિનિયમમાં નીચેના શબ્દો અને શબ્દપ્રયોગો નીચેના અથૅમાં વાપર્યં છે એમ સમજવુ ન્યાયલય એ શબ્દોમાં તમામ ત્યાયાધીશોનો અને મેજીસ્ટ્રેટોનો અને જેમને કાયદા મુજબ પુરાવો લેવાનો અધિકાર હોય તેવી લવાદો સિવાયની તમામ વ્યકીતઓનો સમાવેશ થાય છે હકીકત નો અથૅ નીચે મુજબ થાય છે અને હકીકતમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે (9) ઇન્દ્રિયગોચર વસ્તુ વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સબંધ (૨) કોઇ વ્યકિતને જેનુ ભાન હોય તેવી માનસિક સ્થિતિ પ્રસ્તુત આ અધિનિયમની જોગવાઇઓમાં હકીકતોની પ્રસ્તુતતા વિષે ઉલ્લેખેલી પ્રસ્તુત કોઇ રીતે એક હકીકત બીજી હકીકત સાથ સંકળાયેલી હોય ત્યારે તે હકીકત સદરહુ બીજી હકીકત બાબતમાં પ્રસ્તુત કહેવાય વાદગ્રસ્ત હકીકત (મુદામાંહેની હકીકત) એ શબ્દપ્રયોગનો અર્થ નીચે મુજબ થાય છે અને એ શબ્દપ્રયોગમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે જે હકીકત ઉપરથી અથવા બીજી કાંઇ હકીકતો સાથેના તે હકીકતના સબંધ ઉપરથી કોઇ દાવા કે કાર્યવાહીમાં કોઇ પ્રતિપાદિત કરેલા અથવા ઇન્કારાયેલા હક જવાબદારી અથવા નિયોગ્યતાનું અસ્તિત્વ અસ્તિત્વ સ્વરૂપ કે પ્રમાણ અવશ્ય ફલિત થતુ હોય તે હકીકત સ્પષ્ટીકરણ દીવાની કાયૅરીતિને લગતા તે સમયે અમલમાં હોય તેવા કાયદાની જોગવાઇઓ હેઠળ કોઇ ન્યાયાલય હકીકતનો મુદ્દો નોંધે ત્યારે તેવા મુદ્દાના જરાબમાં પ્રતિપાદિત કરવાની અથવા ઇન્કારવાની હકીકત વાદગ્રસ્ત હકીકત ગણાય દસ્તાવેજ એટલે કોઇપણ બાબતનો લેખિત દાખલો રાખવા માટે વાપરવાનો ઇરાદો હોય તેવા કે વાપરી શકાય તેવા અક્ષરો અંકો કેચિહૂનો વડે અથવા એમાંના એકથી વધુ સાધનો વડે કોઇપણ વસ્તુ ઉપર દર્શાવેલી કે વર્ણવેલી કોઇ બાબત પુરાવો એ શબ્દનો અથૅ નીચે મુજબ થાય છે અને એ શબ્દમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. (૧) જેની તપાસ ચાલતી હોય તે હકીકત સબંધી ન્યાયાલય સાક્ષીઓને પોતાની સમક્ષ જે કથનો કરવાની પરવાનગી આપે અથવા તેમ કરવા ફરમાવે તે તમામ કથનો આવા કથનો મૌખીક પુરાવો કહેવાય છે (૨) (ઇલેકટ્રોનિક રેકર્ડ સહિતના બધા દસ્તાવેજો જે કોર્ટની તપાસ માટે રજૂ કરવામાં આવ્યા હોય) આવા દસ્તાવેજો દસ્તાવેજી પુરાવો કહેવાય છે સાબિત પોતાની સમક્ષ રજુ થયેલી બાબતોની વિચારણા કર્યું ! પછી ન્યાયાલય કોઇ હકીકતનુ અસ્તિત્વ છે એમ માને અથવા તેનુ અસ્તિત્વ એવુ સંભવિત હોવાનું ગણે કે સમજદાર વ્યકિતએ અમુક કેસના સંજોગોમાં તે હકીકત અસ્તિત્વમાં છે એવુ ધારીને વર્તવુ ઘટે ત્યારે તે હકીકત સાબિત થયેલી કહેવાય નાસાબિત પોતાની સમક્ષ રજૂ થયેલી બાબતોની વિચારણા કર્યું। પછી ન્યાયાલય કોઇ હકીકત અસ્તિત્વમાં નથી એમ માને અથવા તેનુ અનસ્તિત્વ સંભવિત ગણે છે કે કોઇ સમજદાર વ્યકિતએ અમુક કેસના અંજોગોમાં તે હકીકત અસ્તિત્વમાં નથી એવુ ધારીને વર્તવુ ઘટે ત્યારે તે હકીકત નાસાબિત થયેલી કહેવાય બિનસાબિત કોઇ હકીકત સાબિત કે નાસાબિત થયેલી ન હોય તયારે તે બિનસાબિત ન થયેલી કહેવાય ભારત એટલે જમ્મુ અને કાશ્મીર રાજય સિવાયનુ ભારતનુ રાજયક્ષેત્ર પ્રમાણિત કરનાર સતા (ઇલેકટ્રોનિક સહી) (ઇલેકટ્રોનીક સહી પ્રમાણપત્ર) ઇલેકટ્રોનિક ફોમૅ ઇલેકટ્રોનિક રેકડસૅ માહિતી સલામત ઇલેકટ્રોનિક રેકડૅ સલામ ડીજીટલ સહી અને સહી કરનાર સંમત થનાર નો અથૅ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ ૨૦૦૦માં આપવામાં આવ્યા મુજબનો થશે.)