માની લઇ શકે - કલમ:૪

માની લઇ શકે

ન્યાયાલય કોઇ હકીકત માની લઇ શકે એવી આ અધિનિયમમાં જોગવાઇ હોય ત્યારે તેના સાબિત ન થાય ત્યાં સુધી ન્યાયાલય તે હકીકત સાબિત થયેલી છે એમ ગણી અથવા તેની સાબિતી માંગી શકશે. માની લેવુ જોઇશઃ ન્યાયાલયે કોઇ હકીકત માની લેવી જોઇશે એવુ આ અધિનિયમમાં ફરમાવ્યુ હોય ત્યારે તે નાસાબિત ન થાય ત્યા સુધી તે સાબિત થયેલી છે એમ ન્યાયાલયે ગણી લેવુ જોઇશે નિણૅયક સાબિતી એક હકીકત બીજી હકીકતની નિર્ણાયક સાબિતી છે એવુ આ અધિનિયમથી જાહેર કર્યું હોય ત્યારે ન્યાયાલયે તે એક હકીકતની સાબિત ઉપરથી તે બીજી હકીકતને સાબિત થયેલી ગણવી જોઇએ અને તેને નાસાબિત કરવાના હેતુ માટે તે પુરાવો આપવા દેશે નહિ. અનુમાન પાયાના તથ્યો વગરઃ પાયાનાં તથ્યો વગરના અનુમાનો એ સંગીન કાયદા સંબંધીના સાબિતીની જવાબદારી બાબતેનો છે જે પ્રસ્તુત કરે છે. કે જયાં સુધી વિરૂધ્ધનુ કંઇ પુરવાર ન થાય ત્યાં સુધી તે હકીકત સાબિત થયેલી છે તેમ માની લેવું, હકીકત બાબતેના અનુમાનોઃ કોઇપણ હકીકત કે હકીકતોનો સમૂહ હોવા બાબતેનુ પ્રતિવાદ થયેલુ હોય ત્યારે તે હકીકત કે હકીકતોના સમૂહ ઉપરથી બીજી હકીકત હોવા બાબતેનું અનુમાન થઇ શકે. સાત વરસની અંદરનુ બાળક કોઇ ફોજદારી ગુનો કરવા માટે સશકત નથી તેવુ નિર્ણિત અનુમાન છે પછી આવા બાળકે ફોજદારી ગુનો કર્યું। બાબતેના કોઇ પુરાવો ગ્રાહય રાખી શકાય નહીં કે પુરાવો આપવા દેવાય પણ નહી. હકીકત બાબતેનુ અનુમાન તે કોઇ કાયદાનો નિયમ નથી કારણ કે આવા અનુમાનો નિષ્કષૅ કરવા માટે રોકતા નથી કે ફરજ પણ પડતા નથી. નકારી શકાય તેવા કાયદાકીય અનુમાનોઃ કોઇ હકીકત હોવાની સાબિતી હોય તો તે હકીકત ઉપરથી તેના સીધા પરિણામો બાબતેનુ કાયદાકીય અનુમાન કરવા બાબતેના સંગીન કાયદાનુ આ નકારી શકાય એવુ અનુમાન છે. નકારી શકાય તેવુ કાયદાકીય અનુમાન એ હકીકતોના અનુમાનથી એ હકીકતોના અનુમાનથી અલગ છે કારણ કે હકીકતોના અનુમાન કોટૅને કોઇ હકીકત હોવાનો નિષ્કષૅ કરવાનુ ફરજીયાત ફરજ પાડતી નથી જયારે નકારી શકાય તેવા કાયદાકીય અનુમાનમાં આ હકીકતનું અસ્તિત્વ હોવા કે ન હોવા બાબતેનુ અને કોઇ વિરૂધ્ધનો પુરાવો ન હોય તો અનુમાન કરવાનુ ફરજિયાત છે. નકારી શકાય તેવા અનુમાનો અને નિણિત અનુમાનોમાં કોઇ હકીકતો હોવા બાબતેની સાબિતી હોય ત્યારે બીજી હકીકત હોવાનુ અનુમાન થઇ શકે તફાવત એટલો જ કે નકારી શકાય તેવા કાયદાકીય અનુમાનો સામે સામાવાળા વસ પક્ષકાર પોતાના પુરાવા રજૂ કરી શકે છે જયારે નિર્ણિત અનુમાનોમાં આવુ થઇ શકતુ નથી. નકારી શકાય તેવા કાયદાકીય અનુમાનો બાબતેની પુરાવાકીય અસરઃ નકારી શકાય તેવા અનુમાનો હકીકતે સાબિતી (હકીકત સબંધીની) ટાળવાનો શોટૅ કટ (ટૂંકો રસ્તો) છે. લગ્નકાળ દરમ્યાન સ્ત્રીને ગભૅાધાન થયુ હોય અને પત્ની-પતિ અલગ રહેતા હોવ અને અલગ રહેવાથી ૨૮૦ દિવસની અંદર પ્રસુતિ થાય તો થયેલ બાળક (લેજીટીમેટ) ઔરસ ગણાય. જયારે અકસ્માતમાં બે વ્યકિતઓનુ મૃત્યુ થયુ હોય અને કઇ વ્યકિત પ્રથમ મૃત્યુ પામી છે તેનો કોઇ પુરાવો હાથ ન લાગે તો વધુ ઉંમરવાળી વ્યકિત પ્રથમ મૃત્યુ પામી છે એવુ અનુમાન થાય. નિયમિતપણાનો અનુમાનઃ કોઇ વ્યકિતએ તેની નોકરીની કારકિર્દી દરમ્યાન કચેરીના જે પણ કાર્યો કર્યું । હશે તે નિયમાનુસાર અને બરાબર છે. તેવુ અનુમાન થઇ શકે. વિરોધી અનુમાનોઃ ક્રમાનુસાર અનુમાનોની થીયરી પ્રમાણે અનુમાનો જે કારાયા છે તેને એક પછી એક પુરાવાઓ આપી નકારી દેવાય. અનુમાન અને નિષ્કર્ષે: અનુમાનો આદેશાત્મક છે જયારે નિષ્કષૅ એટલે મુનસફી પ્રમાણે લઇ શકાય આમા કોર્ટની વિવેકબુધ્ધિ કામમાં આવે છે. આમ કાયદા દ્રારા જયારે નિર્દેશન કરવાનુ થાય ત્યારે કોઇ હકીકત બાબતે કોટૅ અનુમાન કરશે અને તેને સાબિત થયેલુ માની લેશે જયાં સુધી તે નાસાબિત ન થાય આવા કેસોમાં અનુમાન તે આદેશાત્મક છે અને જયાં જરૂરી પરિસ્થિતિઓ જે કલમમાં જણાવેલી હોય તે પ્રમાણે સંતોષકારક હોય ત્યાં આવા અનુમાનો કરવાના થાય છે પરંતુ આ નકારી શકાય તેવા હોય છે.