મુદામાંની હકીકતો અને પ્રસ્તુત હકીકતોનો પુરાવો આપી શકાશે. - કલમ:૫

મુદામાંની હકીકતો અને પ્રસ્તુત હકીકતોનો પુરાવો આપી શકાશે.

કોઇ દાવા અથવા કાયૅવાહીમાં દરેક (વાદગ્રસ્ત) મુદ્દામાની હકીકતના તેમજ આમા હવે પછી જેને પ્રસ્તુત હોવાનુ જાહેર કરેલી છે તેવી બીજી હકીકતોના અસ્તિત્વ કે અનસ્તિત્વનો પુરાવો આપી શકાશે અને બીજા કોઇ હકીકતનો પુરાવો આપી શકાશે નહીં. સ્પષ્ટીકરણઃ દીવાની કાયૅરીતિ સબંધી તે સમયે અમલમાં હોય તે કાયદાની કોઇ જોગવાઇથી કોઇ વ્યકિતને જે હકીકત સાબિત કરવાનો હક ન હોય તેનો પુરાવો આપવાનો અધિકાર આ કલમથી તેને મળતો નથી. ટિપ્પણીઃ કોઇ દિવાની કે અન્ય કાર્યવાહીમાં કોઇ હકીકતનું અસ્તિત્વ કે અનઅસ્તિત્વ છે તે બાબતે મુદ્દામાંની હકીકતો અને હવે પછી જાહેર થયેલી પ્રસ્તુત હકીકતો માટે જ પુરાવો આપી શકાશે બીજી કોઇ હકીકતો માટે પુરાવો આપી શકાશે નહી. આ કલમથી તે સ્પષ્ટ બને છે કે માત્ર બે જ બાબતે એટલે કે મુદામાની હકીકતો અને હવે પછી જાહેર થયેલી હકીકતો સિવાય બીજા પુરાવા કોટૅ સમક્ષ આપી કોટૅનો સમય વેડફી શકાશે નહી. ઉપરની બે બાબતો સિવાય જો કોઇ પક્ષકાર કોઇ પુરાવો આપવની કોશિષ કરે તો સામાવાળા પક્ષકાર આ બાબતે વાંધો લઇ શકકે અને જો વાંધો ન લેતો તેમણે પોતાનો હકક જતો કરેલો છે તેવુ મનાશે

વધુમાં જે પક્ષકાર કોઇ દસ્તાવેજ રજૂ કરે અને સામાવાળા પક્ષ આ દસ્તાવેજનો ઉપયોગ તે પક્ષકારની વિરૂધ્ધ ઉપયોગ કરવા માંગે ત્યારે દસ્તાવેજ રજૂ કરનાર પક્ષકાર આ દસ્તાવેજ પુરાવામાં અમાન્ય છે તેની રજૂઆત કરી શકશે નહી. નીચલી કોટૅ જે વાંધા સહિતનો પુરાવો આપ્રસંત ગણીને સ્વીકારેલો ન હોય તે પુરાવો એપેલેટ કોર્ટ સામાન્ય રીતે સ્વીકારતી નથી. પરંતુ ગુજરાત હાઇકોર્ટે રૂલીંગ આપેલ છે કે આવો પુરાવો અપીલ વખતે પહેલી જ વખતે ધ્યાને લઇ શકાશે. જો પુરાવો અપ્રસ્તુત હોય તો પક્ષકારોની સંમતિ તેને પ્રસ્તુત બનાવી શકશે નહી.