એક જ બનાવના ભાગરૂપે હોય તે હકીકતો પ્રસ્તુત છે. - કલમ:૬

એક જ બનાવના ભાગરૂપે હોય તે હકીકતો પ્રસ્તુત છે.

મુદ્દામાંની ન હોય છતા જે હકીકતો મામાની હકીકત સાથે એવી રીતે સંકળાયેલી હોય કે તે એક જ બનાવના ભાગ રૂપ બનતી હોય તો તે હકીકતો પ્રસ્તુત ગણાય પછી ભલે તે એક જ સમયે અને એક જ સ્થળે બની હોય કે જુદે જુદે સમયે અને સ્થળોએ બની જ હોય ઉદ્દેશ્ય કલમ ૫ પ્રમાણે હવે પછી જાહેર થાય તે હકીકતો પ્રસ્તુત ગણાઇ છે અને આ પ્રસ્તુત હકીકતોના અસ્તિત્વ કે અનઅસ્તિત્વ માટે પુરાવો આપી શકાય કલમ ૬ થી ૧૧ માં આવી હકીકતો જાહેર કરાઇ છે જે હકીકતોને પ્રસ્તુત ગણી તેના અસ્તિત્વ કે અનઅસ્તિત્વ માટે પુરાવો આપી શકાય. કલમ ૬ પ્રમાણે મુદ્દામાંની ન હોય પરંતુ મુદ્દામાંની હકીકતો સાથે સંકળાયેલ તે બધી હકીકતો પ્રસ્તુત બને છે અને તે માટે પુરાવો આપી શકાય જે હકકીતો મુદામાની ન હોય પરંતુ મુદ્દામાં-ની હકીકતો સાથે એક જ બનાવના ભાગરૂપે સંકળાયેલી હોય અને સમકાલિન હોય તે પ્રક્રીયાને નિકgestaર ટે છે આ ટેકનીકલ ટર્મનો શાબ્દિક અર્થ Things done એટલે કે બની ગયેલી વસ્તુઓ થાય છે. કલમ ૬નો સિધ્ધાંતઃ આ કલમનો સિધ્ધાંત સ્પષ્ટ છે. આમા જે હકીકત બાબતે તપાસ કરવાની થાય છે તે હકીકતના બનાવની વ્યવહાર અંગે બનેલી અન્ય હકીકતો જે તુરંતમાં જ થયેલી હોય તેની અણદેખી થઇ શકે નહિ. કારણ કે મુખ્ય ઘટનાને એકલી જ જોવામાં આવશે તો તેના અધુરી તપાસના આધારે અભિપ્રાય લેવાશે. વધુમાં જ આવી હકકીતો એટલે કે જે હકીકતો એક જ વ્યવહાર અંગે બનેલી હોય તેને બહાર કરતા જે પુરાવો મળશે તે અબૌધિક પ્રકારનો હશે.