મુદ્દામાંની હકીકતોના નિમિત કારણ અથવા પરિણામરૂપ હકીકતો - કલમ:૭

મુદ્દામાંની હકીકતોના નિમિત કારણ અથવા પરિણામરૂપ હકીકતો

જે હકીકતો પ્રસ્તુત હકીકતોનુ અથવા મુદ્દામાંની હકીકતોનુ સીધી અથવા બીજી રીતે નિમિત કારણ કે પરિણામ હોય અથવા જે પરિસ્થિતિમાં તે હકીકતો બની તે પરિસ્થિતિરૂપ હોય અથવા જેનાથી તેવી ઘટના અથવા બનાવ માટે અવકાશ મળ્યો હોય તે હકીકતો પ્રસ્તુત છે. ઉદ્દેશ્યઃ આ કલમથી એવી હકીકતો ને પ્રસ્તુત કરવા મટેના ઉપાય સૂચવાયેલા છે કે જયાં હકીકતો કલમ ૬ પ્રમાણે બનાવના ભાગરૂપે હોવી જરૂરી નથી.