હેતુ તૈયારી અને આગળનું કે પાછળનું વતૅન । કે
મુદ્દામાંની કે પ્રસ્તુત હકીકત માટેનો હેતુ દર્શાવતી હોય કે તે માટેની તૈયારી રૂપે હોય તેવી હકીકત પ્રસ્તુત છે. કોઇ દાવા અથવા કાયૅવાહી સબંધમાં અથવા તેમાંની કોઇ મુદ્દામાંની હકીકત અથવા પ્રસ્તુત હકીકત સબંધમાં તે દાવા અથવા કાયૅવાહીના કોઇ પક્ષકારનુ કે તે પક્ષકારના કોઇ એજન્ટનુ વર્તન અને જેની વિરૂધ્ધ થયેલો કોઇ ગુન્હો કાયૅવાહીનો વિષય હોય તે વ્યકિતનુ વતૅન જો તે કોઇ મુદ્દામાંની હકીકત અથવા પ્રસ્તુત હકીકતને અસર કરતુ હોય તો અથવા તે હકીકત ઉપરથી તેવા વર્તનને અસર પહોંચતી હોય તો તે પ્રસ્તુત છે પછી ભલે સદરહુ વતૅન તે હકીકતની અગાઉનુ હોય કે પછીનુ હોય સ્પષ્ટીકરણ ૧ આ કલમમાં વતૅન શબ્દમાં કથનોનો સમાવેશ થતો નથી સિવાય કે તે કથનો સાથે તે કથનોથી ભિન્ન એવાં બીજા કૃત્યો હોય અને જેનો ખુલાસો તે કથનો કરતા હોય પરંતુ આ સ્પષ્ટીકરણથી આ અધિનિયમની બીજી કોઇ કલમ હેઠળ કથનોની પ્રસ્તુતતાને અસર થતી નથી. સ્પષ્ટીકરણ ૨ કોઇ વ્યકિતનું વતૅન પ્રસ્તુત હોય ત્યારે તેને સંબોધીને અથવા તેની હાજરીમાં અને તેના સાંભળતા કરવામાં આવેલુ તે વતૅનને અસર કરતુ કથન પ્રસ્તુત છે. ઉદ્દેશ્યઃ આ કલમનો હેતુ તે હકીકતોને પ્રસ્તુત બનાવવાનો છે જે હકીકતો મુદ્દામાંની હકીકતો કે પ્રસ્તુત હકીકતો માટેનો હેતુ કે તૈયારી દર્શાવે બીજા ભાગમાં દિવાની કાર્યરીતિ કે ફોજદારી કાર્યરીતિમાં અનુક્રમે પક્ષકારો કે આરોપીના વતૅન ભલે તે દાવા કે ગુના પહેલાના કે પછીના હોય તે વતૅન પ્રસ્તુત છે એમ બતાવે છે આમ આ કલમમાં મુદ્દામાંની હકીકતો કે પ્રસ્તુત હકીકતોને સ્પર્શેતા હેતુ તેના માટેની તૈયારી અને વતન અંગેની હકીકતો પ્રસ્તુત કે બનાવવાનું પ્રાવધાન કરવામાં આવ્યુ છે. વધુમાં વર્તનને અસર કરતા કથનો જે વ્યકિતને સંબોધીને કહેવામાં આવે કે તેને સાંભળતા બોલવામાં આવે તે કથનો પણ પ્રસ્તુત બને છે આ કલમની જોગવાઇઓ જણાવે છે કે જે હકીકતો મુદ્દાની હકીકતો સાથે તાર્કિક રીતે સંબંધિત હોય અને જેનાથી મુદ્દાની હકીકતોનુ અસ્તિત્વ કે અનઅસ્તિત્વ સાબિત થઇ શકે અને આ કારણે આ કલમને Resgestae રેસ ગેસ્ટા (Things done) નો સિધ્ધાંત પણ લાગુ પડે છે. ટિપ્પાણીઃ હેતુઃ હેતુ એટલે કે મોટીવ એ એક માનસિક લક્ષણ છે જે વ્યકિતને કોઇ કામ કરવા પ્રેરે છે જેથી તે પોતાને જોઇતી વસ્તુ મેળવી શકે વ્યકિતની આ જાતની પ્રક્રિયા ઘણી વખત તેની વતૅણૂકથી તાદશ થાય છે એવુ પણ કહી શકાય કે હેતુ એ એવુ ચાલકબળ છે જે વ્યકિતને તેની જોઇતી વસ્તુ મેળવવા કે પામવા બળ આપી ઉત્સાહિત કરે છે. દા.ત. ભૂખ એ એવુ મોટીવેશન (હેતુલક્ષી) બાબત છે કે જે માણસને ખાવા તરફ પ્રેરે છે હેતુ ના મૂળિયા વ્યકિત ની માનસિકતા વર્તણૂક ચિંતન અને સામાજિક ક્ષેત્રમાં રહેલાં છે આ હેતુ શારીરિક જરૂરિયાતો જેવી કે ખાવું ઉંઘવુ આરામ કરવો માટે પણ બહાર આવી શકે. હેતુ એ એક આંતરિક ચાલકબળ છે જે વ્યકિતને પોતાનુ લક્ષ્ય મેળવવા અમુક દિશામાં વર્તવા પ્રેરે છે. હેતુ એ એવી બાબત છે કે પ્રાથમિક રીતે તેની માત્ર આરોપીને જ જાણ હોય છે અને પ્રોસીકયુશન માટે એ કહેવુ કે જણાવવું મુશ્કેલ બની જાય છે કે આરોપીને ગુનો કરવા પાછળ કયું ચાલકબળ હતું કે કઇ બાબતે આરોપીને તે ગુનો કરવા પ્રેરિત કરેલ હતો. હેતુ અને ડાવરી ડેથઃ વરપક્ષ તરફથી ડાવરી ની માંગણી થતા અને કન્યાપક્ષ તરફથી આ માંગણી સંતોષાતાં વરપક્ષવાળા કન્યા એટલે કે પત્નીને કેરોસીન છાંટીને બાળી મુકવાના કે ગળું દબાવી ગુંગળાવી મારવાના કે ઝેર આપી મારી નાંખવાના પ્રસંગો બને છે. આપણી સુપ્રીમ કોર્ટે નોંધ્યુ છે કે Motive in Dowary death is inherant ડાવરીના હેતુ માટે મરણ નિજાવ્યુ તે એક અંતર્ગત સ્વભાવ થઇ ગયેલ છે.
Copyright©2023 - HelpLaw