પ્રસ્તુત હકીકતનો ખુલાસો કરવા અથવા તે રજૂ કરવા માટે જરૂરી હકીકતો
કોઇ વાદગ્રસ્ત હકીકત અથવા પ્રસ્તુત હકીકતનો ખુલાસો કરવા અથવા તે રજૂ કરવા માટે જરૂરી હોય તેવી હકીકતો અથવા કોઇ વાદગ્રસ્ત અથવા પ્રસ્તુત હકીક્ત ઉપરથી નીકળતા અનુમાનને ટેકો આપતી હોય અથવા તેનું ખંડન કરતી હોય તેવી હકીકતો અથવા જેની ઓળખ પ્રસ્તુત હોય તેવી વસ્તુ અથવા વ્યકિતની ઓળખ સાબિત કરતી હકીકતો અથવા કોઇ વાદગ્રસ્ત હકીકત અથવા પ્રસ્તુત હકીકત બન્યાનો સમય અથવા સ્થળ મુકરર કરતી હકીકતો અથવા આવી કોઇ હકીક્ત જેમનાથી બની હોય તે પક્ષકારો વચ્ચેનો સબંધ દશૅ વતી હકીકતો તેવા હેતુ માટે જરૂરી હોય તેટલા પૂરતી પ્રસ્તુત છે ઉદ્દેશયઃ કલમ ની વાસ્તવિકતા અને ઉદ્દેશ કલમ ૭ અને ૮ એ હકીકતોની સ્વીકૃતિ માટે છે કે જે હકીકતો વાદગ્રસ્ત હકીક્તો વાદગ્રસ્ત હકીકત કે પ્રસ્તુત હીતના કારણરૂપે હોય અને આ હકીકતોના ખુલાસા માટે વપરાય એવા ઘણા દાખલા છે કે ચુસ્ત રીતે જોતા તેઓ વાદગ્રસ્ત હકીકત બનાવતા નથી, છતા પણ તેઓ આ વાદગ્રસ્ત હકીકત બનાવે છે તેવુ ગણવામાં આવે છે કારણ કે તેઓ મુખ્ય હકીકત સાથે જોડાયેલા હોય છે અને મુખ્ય હકીક્તના ખુલાસો જેવી કે ઓળખ, નામ, તારીખ, જગાઓ, વણૅન સંજોગો અને પાટીઓના સંબંધો અને બીજા ખુલાસાવાળી કે પ્રાસ્તવિક હકીકતો અને તેવી બીજી હકીકતો આપવાનું વલણ ધરાવે છે. ટિપ્પણી:- આ કલમ ચોકકસ હકીકતોને પ્રસ્તુત તરીકે ગણી લેવા માટેની છે મુદ્દાની હકીકતો કે પ્રસ્તુત હકીકતોનો ખુલ્લાસો કે રજૂ કરનારી હકીકતો જેવી કે બનાવ બનવાની જગા અને સમય વસ્તુ કે વ્યકિત કે વ્યકિતની ઓળખ પક્ષકારોનો સબંધ તેમજ મુદ્દાની હકીકત કે પ્રસ્તુત હકીકતના નિષ્કર્ષનું ખંડન કે ટેકો આપનારી બધી જ હકીકતોને પ્રસ્તુત હકીકત તરીકે આવરી લેવાનુ આ કલમમાં પ્રાવધાન છે. મુદ્દાની હકીકતોના નિષ્કર્ષને ટેકો કે ખંડનઃ આ કલમમાં મુદ્દાની હકીકત કે પ્રસ્તુત હકીકતના નિષ્કષૅને ટેકો કે ખંડન કરનારી હકીકતો પ્રસ્તુત બને છે વ્યક્તિની ઓળખઃ કોઇપણ વ્યકિતની ઓળખ તેના હાથના આંગળાના નિશાન ફોટોગ્રાફ અવાજ દેખીતા ઓળખના ચિન્હો ડી.એન.એ ની ઓળખના પુરાવા દ્રારા તેમજ ઓળખ પરેડથી થઇ શકે. ઓળખ ફોટોગ્રાફ; વ્યક્તિ કે જે સાક્ષી બનનાર છે તેને ઓળખ પરેડમાં જીવંત વ્યકિતઓ બતાવવાને બદલે જુદા જુદા એકસરખા પરંતુ થોડા તફાવતવાળા ફોટા દેખાડી ખરેખર ગુનેગારની ઓળખ મેળવી શકાય જયાં આંતરરાષ્ટ્રીય ગુનાઓ જેવા કે ડ્રગ ટ્રાફિકીંગ નારકોટીકસની હેરાફેરી ગલીંગ વગેરેમાં Interpol ઇન્ટરપોલના અધિકારીઓ ફોટોગ્રાફથી આરોપીઓને ઓળખી લ્યે છે ફોટોગ્રાફમાં કોઇ યુકિત પ્રયુકિત કરેલ ન હોય અને ખરેખર તે જ વ્યકિતનો ફોટો તો તેવા ફોટોગ્રાફનું પુરાવામાં ગ્રાહય રાખી શકાય. ઓળખ ડી.એન.એ. પુરાવા દ્વારા ડી.એન.એ પુરાવો એ એક સારો પુરાવો છે પરંતુ આ ડી.એન.એ માટે શરીરમાંથી કાં માણસે નમૂનો લીધો આ નમૂનો કેવી રીતે કયાં મુકો અને સ્ટોર કર્યો અને સંભાળી રાખ્યો એ બધા પુરાવા પણ એટલા જ અગત્યના છે, પરીક્ષણ ઓળખ પરેડ: ઓળખ પરેડ વસ્તુઓ અને વ્યકિતઓની કરવાની હોય છે દા.ત. કોઇ હથિયાર ગુનામાં વપરાયુ હોય અને કોઇ સાક્ષીએ આ હથિયાર ગુનામાં વપરાતા જોયુ હોય અથવા તો કોઇ દરાગીના ચોરાયા હોય અને માલિક દ્વારા તેની ઓળખ કરાવાની હોય તો વસ્તુઓની ઓળખ કરવાની ચોકકસ વિધિ કરવામાં આવે છે જેને વસ્તુની ઓળખ પરીક્ષણ તરીકે સંબોધાય છે તેવી જ રીતે ગુનો કરતા ગુનેગારને કોઇ સાક્ષીએ જો પહેલી જ વાર જોયો હોય તો પરીક્ષણ ઓળખ પરેડ દ્રારા આ ગુનેગારને ઓળખી લેવામાં આવે છે જે આ ઓળખની પ્રક્રિયા કરવામાં આવે છે તે પરીક્ષણ ઓળખ પરેડ કહેવામાં આવે છે. આપણી સુપ્રીમકોર્ટના નીરીક્ષણ પ્રમાણે જે ગુનાની તપાસ ચાલી રહેલી હોય તે ગુનામાં જે વસ્તુઓ અને વ્યકિતઓ સામેલ હોય તેમને સાક્ષી દ્રારા ઓળખ કરવાની ઓળખ પરેડ એક પ્રક્રિયા છે સામી કે જેના દ્રારા આવી ઓળખ કરાવવામાં આવે છે તેનું નિવેદન કે અમુક વસ્તુઓ અને વ્યકિતઓ કે વ્યકિત આ ગુનામાં સમ્મિલિત હતી આવુ નિવેદન મૌખિક હોય કે લેખિત હોઇ શકે સાર્મીનું આવું નિવેદન કે જે મૌખિક લેખિત અથવા નિશાની કે હાવભાવ બતાવતા હોય તે ઓળખના સાક્ષી દ્રારા હકીકતની માહિતીનુ પ્રદાન થયેલુ ગણાય. જો સાક્ષીએ આવી માહિતીના પ્રદાનવાળુ નિવેદન પોલીસ સમક્ષ કરેલુ હોય તો આવુ નિવેદન સી.આર.પી.સી. ની કલમ ૧૬૨(૧) મુજબનુ નિવેદન ગણાય જેનુ પુરાવાકીય મૂલ્ય કોઇ રહેતુ નથી. એટલા માટે એ જરૂરી બને છે કે ઓળખ પરેડ બને ત્યાં સુધી એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ (મામલતદાર કે સમક્ષ અધિકારી જેને આવા પાવર આપવામાં આવેલા હોય) દ્રારા કરવામાં આવે એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ પ્રયત્ન કરવા છતાં પણ મળી શકે તેમ ન હોય તોજ તે પ્રકારનાં કોર્ટે માની શકે તેવાં કારણોસર પોલીસ આવી ઓળખ પરેડ યોજી શકે પરંતુ આ પ્રમાણે ઓળખ કરનાર સાક્ષીનુ નિવેદન ૧૬૨(૧) (સી.આર.પી.સી.) પ્રમાણે ચાર્જશીટ જોડેના કાગળોમાં રજૂ કરી શકાય.
Copyright©2023 - HelpLaw