સમાન યોજના સંબંધમાં કાવતરૂ કરનારે કહેલી કે કરેલી બાબતો - કલમ:૧૦

સમાન યોજના સંબંધમાં કાવતરૂ કરનારે કહેલી કે કરેલી બાબતો

કોઇ ગુનો અથવા દાવા યોગ્ય અપકૃત્ય કરવા માટે બે અથવા વધારે વ્યકીતઓએ કાવતરૂ કર્યું હોવાનું માનવાને કારણ હોય ત્યારે તેઓ પૈકી કોઇ વ્યકિતનો પ્રથમ એવો ઇરાદો થયા પછી તેમનામાંથી કોઇએ તેઓના સમાન ઇરાદા સંબંધી કાંઇ કહયુ કર્યું અથવા લખ્યુ હોય તે હકીકત આવી રીતે કાવતરામાં સંડોવાયેલી મનાતી દરેક વ્યકિત વિરૂધ્ધ તેમજ કાવતરાનુ અસ્તિત્વ સાબિત કરવાના હેતુ માટે તેમજ કોઇ આવી વ્યકિત તેના પક્ષકાર હતી તે બતાવાના હેતુ માટે પ્રસ્તુત હકીકત છે. ટિપ્પણી:- ઉદ્દેશ્ય આ કલમ કાવતરૂ અને કાવતરાખોરોની ગતિવિધિઓને કાયદાના દાયરામાં લાવવા બાબતેનુ છે કાવતરૂ હંમેશા ખુબ જ ગપ્તતાથી કરવામાં આવે છે અને ઓચિંતી રીતે તેની અમલવારી પણ થાય છે આવા કાવતરાને ડામવા માટે સરકારે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને કાવતરાખોરો વિરૂધ્ધ પુરાવા ભેગા કરવાનું મુશ્કેલ બની જાય છે આવી પરિસ્થિતિમાં કાવતરાના ભાગ રૂપે કાવતરાખોરોમાંથી કોઇપણ વ્યકિતએ કહેલા કથન કરેલા કર્યું। અથવા લખેલા લખાણો આ કલમ દ્રારા પ્રસ્તુત ગણી તેને પુરાવામાં ગ્રાહયતા મળે છે કાવતરૂ (Conspiracy) શુ છે ? કાવતરૂ એટલે બે કે તેથી વધારે માણસ કોઇ બીનકાયદાકીય કાયૅ કરે અથવા કાયદાકીય કામ ગેરકાયદેસર રીતે કરે આ કાવતરામાં કેટલા માણસો ભાગ લઇ શકે તેની કોઇ માદા નથી. પરંતુ દરેક કાવતરાખોરોનો સમાન હોવો જરૂરી છે કોઇ એક વ્યકિત કે વ્યકિતઓ આ કાવતરામાં પાછળથી પણ જોડાઇ શકે અને સંયુકત રીતે કાવતરાની જવાબદારી લઇ શકે. એ જરૂરી નથી કે દરેક કાવતરાખોર એક બીજાને ઓળખતો હોવો જોઇએ કાવતરૂ કરનાર વ્યકિતઓ અમુક સમયે છોડી પણ જાય પરંતુ કાવતરૂ અને તેની વિચારધારામાં અન્ય માણસો ગમે ત્યારે જોડાઇ શકે આમા કાવતરાખોરોની કોઇ મીટીંગ યોજાઇ હોય અને અમુક વ્યકિતઓ કાવતરૂ કરવા હાજર હતી તેવા પુરાવાની પણ જરૂર નથી. જરૂર છે (અ) કાવતરૂ હોવાનુ (બી) કાવતરાખોરોનો સમાન ઇરાદો ગુનામાં કાવતરાખોરોનો ભાગઃ- એકવાર સાબિત થયું કે કાવતરૂ રચાયુ હતુ અને તેમા અમુક કાવતરાખોરો પક્ષકાર હતા પછી એ જાણવુ જરૂરી નથી કે કયા કાવતરાખોરે ખરેખર ગુનો કર્યો કેલીફોનિયા (અમેરિકા) નો પ્રસિધ્ધ કેસ ધી પ્લેન ટ્વીન મડૅર કોન્સ્પાયસસી (કાવતરૂ) કેસમાં આ કેસમાં બે જોડકા બહેનોએ તેમની બે જોડકી બહેનોને મારી નાખવા બે જુવાનોને રોકયા આમાં બે જોડકી બહેનોને બંદૂકથી મારી નાંખાવામાં પણ આવી પરંતુ આમા પ્રોસીકયુશને એ સાબિત કરવાનુ રહેતુ નથી કે કાં કાવતરાખોરે બંદૂકની ટ્રીગર દબાવી ખૂન કર્યું. જો આમ થાય તો બધાં જ કાવતરાખોર બંદૂક ઉપર હાથ રાખી પોતાના આંગળાની છાપ માંગણી કરે અને જેની છાપ નથી તેણે ગુનો કર્યો નથી એવુ જાહેર કરવુ પડે પરંતુ કાવતરા ના કેસમાં આવુ નથી એક માણસે ગુનો કર્યો એટલે ઓટોમેટિક બધા જ કાવતરાખોરો સમાન ગુનેગાર બને છે કાવતરામાં બે વસ્તુઓની જરૂર પડે છે (૧) કાવતરાખોરો એ ગુનો કરવા કાવતરૂ કરેલું (૨) કોઇ એક કાવતરાખોરે ગુનો કર્યો પરંતુ કયાં એક કાવતરાખોરે આ ગુનો કર્યો તેની સાબિતીની જરૂર નથી. આમ આ ક્લમમાં માટેનો સામાન્ય ઇરાદો હોવો જોઇએ (અ) કાવતરૂ હોવુ જોઇએ (બી) ગુનો કરવા (એ) આમ હોય ત્યારે કોઇ એક કાવતરા ખોરે કહેવુ કરેલુ કે લખેલાની હકીકતો પુરાવામાં ગ્રહય અને છે. માનવાને વ્યાજબી કારણઃ આ કલમમાં કાવતરૂ હોવાનું વ્યાજબી કારણ એ એક પ્રાથમિક જરૂરિયાત છે વ્યાજબી કારણ માટે એ જરૂરી બને છે કે જે બાબત આપણને માનવાને કારણ હોય તે બાબત ખરેખર અસ્તિત્વમાં હોવી જોઇએ. આ કલમ માટે કાવતરૂ રખેખર અસ્તિત્વમાં હોવું જ જોઇએ અને ત્યારબાદ જ કાવતરાખોરોમાંથી એક કે વધારે કાવતરાખોરોએ બોલેલા કથનો કરેલા કાર્યો અથવા લખેલા લખાણો પુરાવામાં ગ્રાહય બને છે વધુમાં કોઇ એક કે તેથી વધુ કાવતરાખોરોની ગુના પછીની વર્તણૂક પણ પુરાવામાં ગ્રાહય બને છે પરંતુ આવી વર્તણુકથી અન્ય કાવતરાખોરો આ ગુનાના દાયરામાં ત્યારે જ આવે જયારે અન્ય કાવતરાખોરોને આ કાવતરાના ભાગરૂપે હોવાનું સાબિત કરેલ હોય સુપ્રીમ કોર્ટે એક કેસમાં નિરિક્ષણ કરેલ છે કે માનવાને વ્યાજબી કારણ નુ કોઇ પ્રમાણ નકકી કરવુ જોઇએ ખાસ કરીને કોઇ વ્યકિતની ધરપકડ કરવી હોય ત્યારે આ બાબત ખૂબ જ અગત્યની બની જાય છે આગળ ઉપર સુપ્રીમ કોર્ટે કેનેડાએ નિરીક્ષણ કર્યું છે કે માનવાને વ્યાજબી કારણ નુ પ્રમાણ નકકી ન થાય તો આપણા જેવી લોકશાહી પધ્ધતિમાં પણ વ્યકિતઓ પોલીસની બદસલૂકી વધારે પડતા ખોટા કાર્યનો શિકાર બની શકે છે. સામાન્ય ઇરાદોઃ- સામાન્ય રીતે ઇરાદો મગજની એવી એક સ્થિતિ છે જે વ્યકિતની વર્તણૂકથી નકકી કરી શકાય સામાન્ય ઇરાદો જે આપણી સુપ્રીમ કોર્ટે વ્યાખ્યા આપી છે તે પ્રમાણે સામાન્ય ઇરાદો એ હળીમળીને કામ કરવા બાબતેનો છે અને પ્રી નિર્ણિત પ્લાન આ કામ કરવા બાબતેનો અને તે પહેલા વ્યકિતઓના સમાન વિચારો હોવા જરૂરી બને છે.