જે હકીકતો બીજી રીતે પ્રસ્તુત ન હોય તે કયારે પ્રસ્તુત બને છે. - કલમ:૧૧

જે હકીકતો બીજી રીતે પ્રસ્તુત ન હોય તે કયારે પ્રસ્તુત બને છે.

નીચેની હકીકતો બીજી રીતે પ્રસ્તુત ન હોય તો પણ પ્રસ્તુત છે. (૧) કોઇ વાદગ્રસ્ત અથવા પ્રસ્તુત હકીકતથી તે અસંગત હોય તો (ર) તે ખુદ અથવા બીજી ડીકી સાથે વાદગ્રસ્ત અથવા પ્રસ્તુત હકીકતના અસ્તિત્વ કે અનસ્તિત્વને અત્યંત સંભવિત બનાવતી હોય તો ટિપ્પણીઃ ઉદ્દેશ્ય આ કલમના શબ્દો કે હકીકતો જે બીજી રીતે પ્રસ્તુત ન હોય એ બતાવે છે કે આ એક એવુ બાકી રહેલુ પ્રાવધાન છે કે જે કલમ ૬ થી ૧૦ માં આવતી ન હોય તેવી હકીકતોને પ્રસ્તુત બનાવવાનુ સૂચવે છે જો કે આ કલમના શબ્દો બહુ વિશાળ શરતોનો ઉલ્લેખ કરે છે પરંતુ એ પણ જરૂરી છે કે મુદ્દાની હકીકતો અને જે હકીકતની પ્રસ્તુતતા કરવાની હોય તેમનું જોડાણ નજીકનુ હોય અને બંને વચ્ચેની અવધી લાંબી ન હોય. એલીબી એલીબી એ લેટીન શબ્દ છે અને એવીડેન્સ એકટ બાય સરકાર પંદરમી આવૃતિ પ્રમાણે તેનો અથૅ બીજે કયાંક થાય છે. એલીબી એ આરોપીનો એવો બચાવ છે કે પુરવાર કરવાથી આરોપી ગુનાના આરોપમાંથી છૂટી શકે છે પુરાવા અધિનિયમ કલમ ૧૦૩ પ્રમાણે આરોપી જો એલીબીનો બચાવ આગળ ધરે તો એલીબી પુરવાર કરવાનુ આરોપીને શિરે છે અહીં આપણે એ ધ્યાન રાખવાનું છે કે આરોપીને ગુનેગાર ઠેરવવા માટે પ્રોસીકયુશને ગુનો સમજપૂર્વક સંશય રહિત પુરવાર કરવાનો રહે છે જયારે એલીબી માં આરોપીઓ તે પ્રબળ શકયતા ગુનો ન કરવાની માટેની સાબિતી આપવાની થાય છે. એલીબી રજૂઆત ટ્રાયલની વહેલામાં વહેલી તકે રજૂ કરવી જોઇએ જો એમ ન થાય તો પાછળથી કોટૅને આ બાબત મનાવવી મુશ્કેલ પડી શકે છે એલીબીના પુરાવાને સમથૅનકારી પુરાવા હોવા જરૂરી છે વધુમાં પબ્લિક ડોકયુમેન્ટનો પુરાવો આરોપીના બચાવમાં મહત્વનો ભાગ ભજવી શકે છે.