નુકશાનીના દાવામાં જેના ઉપરથી કોર્ટે નુકશાનીનીરકમ નકકી કરી શકે તે હકીકત પ્રસ્તુત છે. - કલમ:૧૨

નુકશાનીના દાવામાં જેના ઉપરથી કોર્ટે નુકશાનીનીરકમ નકકી કરી શકે તે હકીકત પ્રસ્તુત છે.

જે દાવામાં નુકશાની માંગવામાં આવી હોય તેમાં નુકશાનીની કેટલી રકમ આપવી જોઇએ તે જેના ઉપરથી અદાલત નકકી કરી શકે તેવી કોઇપણ હકીકત પ્રસ્તુત છે ઉદ્દેશ્ય: દિવાની કાયૅરીતિ અન્વયે જે નુકશાનીના દાવા કરવામાં આવે છે તે નુકશાનની રકમ આપવા માટે કોટૅને જે જે હકીકતો મદદગાર થાય તે બધી જ હકીકતો ને પ્રસ્તુત બનાવવા આ કલમમાં પ્રાવધાન કરેલુ છે. આ કલમમાં ડેમેઝ (નુકશાની) અને કોમ્પન્સેશન વળતરનો ભેદ સમજાવ્યો છે આ બાબતે લો કમિશને ડીફેમેશન (પ્રતિષ્ઠા બાબતે) કરારનુ તોડવુ અપકૃત્ય અને માનસિક ચિંતાઓને કારણે નુકશાની આપવની બાબતો ચચી છે. 30-ઝ (11ની) તે વ્યકિત સામેના ખોટા કાર્ય અથવા લોપ ના રીપેરીંગ માટે આપવાની રકમ છે જયારે વળતર એ કાયદાકીય બાબતે છે જેવુ કે કોઇની જમીન એકવાર કરી હોય તો જમીનનુ વળતર પૈસામાં ચૂકવવુ. વળતર તે સામાન્ય રીતે નુકશાનીના સંદર્ભમાં વપરાતો નથી વળતર કાયદાકીય કાર્યો માટે વપરાય છે જેને કારણે વ્યકિતને હાનિ (ઇન્જરી) થઇ હોય એટલે વળતર તે બહોળા સ્વરૂપમાં નુકશાનીને આવરી લેતા નથી. સામાન્ય રીતે નુકશાની દિવાની દાવામાં જ ગણવાની હોય છે પરંતુ બીજા ઘણા દેશો તેને ક્રિ.ફોજદારી કેસોમાં પણ ઉપયોગ કરે છે. દાવાઃ- અહીં દાવા નો જે ઉલ્લેખ કરાયો છે તે દિવાની કાયૅરીતિ હેઠળ કાટૅમાં રજૂ કરાયેલા દાવાની હકીકત બાબતેનો છે આમા દાવો લાવનાર વાદી છે જેની સામે દાવો કરેલ હોય તે પ્રતિવાદી છે વાદીની દાવામાં માંગણીનો જવાબ પ્રતિવાદીએ આપ્યા પછી કોટૅ મુદ્દા બનાવે છે અને વાદી પ્રતિવાદીઓ પોતાના પુરાવા આપે છે છેલ્લે દલીલો પછી કોર્ટે આ દાવામાં જે નુકશાનીનો દાવો હોય તો નુકશાની આપવા બાબતેનો નિર્ણય લે છે જો વાદીના પક્ષમાં જજમેન્ટ આવે તો વાદીને નુકશાની મળે છે. વધુમાં સીવીલ રોંગ એટલે કે અપકૃત્યના દાવાઓ જેવા કે શારીરિક ઇજા પ્રતિષ્ઠા બદનક્ષીભર્યું લખાણ નિંદા વગેરેના દાવા પણ દીવાની કોર્ટમાં નોંધવામાં આવે છે અને તેમા પણ નુકશાની અલગ અલગ હકીકતો દ્રારા નકકી કરી તે વાદીને આપવાનો હુકમ કરે છે જે હકીકતોથી આ નુકશાની નકકી થયા પછી આપવામાં આવે તે હકીકતોને પ્રસ્તુત હકકીતો ગણાય છે. નુકશાની નુકશાની એટલી વાદીને જે નુકશાન થયું હોય તે બાબત જેની સામાન્ય રીતે પૈસામાં મૂલવણી કરવામાં આવે છે. નુકશાની સામાન્ય રીતે બે પ્રકારની હોય છે. (૧) સામાન્ય નુકશાનીઃ- આ પ્રકારની નુકશાનીના દાવા અપકૃત્ય દ્રારા ઉદભવે છે અને આમા કાયદો વાદીના દાવાની હકીકતો ઉપર બહુ આધાર રાખતો નથી. (૨) ખાસ નુકશાનીઃ- આવા દાવાઓમાં વાદીએ પોતાને થયેલા નુકશાનની વિસ્તૃત હકીકતો દાવાના પ્લીડીંગમાં જ કરવાની હોય છે. લગ્ન થયા પછી વરરાજાઃ- અને તેમના પિતાએ બધા મહેમાનોની હાજરીમાં કન્યાને તેમના ઘરે લઇઇ જવા માટે ના પાડી એ આપકૃત્યનો પ્રતિષ્ઠાનો પ્રશ્ન બને છે અને તે બાબતે નુકશાનીનો દાવો કન્યા પક્ષ દ્રારા કોટૅમાં રજૂ થતા કન્યાપક્ષ તે બાબતે નુકશાની મેળવી શકે છે. નુકશાની અને વળતરઃ- નુકશાની એટલે કેટલી રકમનું નુકશાન થયું તે જયારે વળતર એટલે કે કાયદાકીય કામ કરતા કોઇ હાની થાય તો કાયદાનુસાર નુકશાની સામે રક્ષણ પ્રમાણે વળતર લેવુ તે.