હક અથવા રૂઢિ વાદગ્રસ્ત હોય ત્યારે પ્રસ્તુત હકીકત - કલમ:૧૩

હક અથવા રૂઢિ વાદગ્રસ્ત હોય ત્યારે પ્રસ્તુત હકીકત

કોઇપણ હકક અથવા રૂઢિના અસ્તિત્વનો પ્રશ્નન હોય તો નીચેની હકીકતો પ્રસ્તુત છે (એ) જેનાથી વાદગ્રસ્ત હક અથવા રૂઢિ ઉત્પન્ન થઇ હોય તેવો દાવો કરવામાં આવ્યો હોય તેમા ફેરફાર થયો હોય તેને માન્ય રાખવામાં આવી હોય તે પ્રતિપાદિત થઇ હોય અથવા તેનો ઇન્કાર કરવામાં આવ્યો હોય અથવા તેના અસ્તિત્વ સાથે સુસંગત ન હોય તેવો કોઇ વ્યવહાર (બી) જેમાં હક અથવા રૂઢિ હોવાનો દાવો કરવામાં આવ્યો હોય અથવા તે માન્ય રાખવામાં આવી હોય અથવા તે ભોગવવામાં આવી હોય અથવા જેમા તે ભોગવવા અંગે તકરાર ઉઠાવાઇ હોય તે પ્રતિપાદિત કરાઇ હોય અથવા તે અનુસરાઇ ન હોય તેવા ખાસ દાખલા ટિપ્પણીઃ ઉદ્દેશ્ય આ કલમ કોઇ હક કે રૂઢિ અસ્તિત્વમાં હોવા માટેન કોઇ અગાઉ વ્યવહાર થયેલો હોય તો આ હકક અને રઢિના તેનો કયારે પ્રારંભ થયો ફેફાર થયો માન્ય રખાયો હકાર કે નકાર થયો અને અનુસરણ કરાયું હોય તો અનુસરણ અંગેની તકરાર કે તેની પ્રસ્થાપિતતા કે તે અલગ પડવાનું બન્યુ હોય તો તેવા ખાસ બનાવો બતાવતી હકીકત ને પ્રસ્તુતતા તરીકે માન્ય કરી પુરાવામાં લેવાની જોગવાઇ કરવામાં આવેલી છે અને આવા પુરાવાઓ કોર્ટની નજરે યોગ્ય લાગે તો આ હક કે રૂઢિ બાબતે કોર્ટમાં ચાલતા કેસમાં યોગ્ય નિર્ણય લઇ શકાય છે. આ કલમમાં હક રૂઢિ વ્યવહાર વગેરેની વાત કરી છે જે બાબતની ટિપ્પણી વિગતવાર નીચે મુજબ છે. (૨) કલમ ૧૩(એ)માં By which જેના થકી નો ઉપયોગ થયો છે જયારે કલમ ૧૩(બી)માં in which જેમાં નો ઉપયોગ થયો છે કલમ ૧૩(એ)માં ટ્રાન્ઝેક્શન એટલે કે વ્યવહાર બાબતનો એટલે By પણ ઉલ્લેખ છે જે દ્વારા ખબર પડી શકે કે ચોકકસ હકક કે રૂઢિ યાંથી અને કેવી રીતે અસ્તિત્વમાં આવી જયારે કલમ ૧૩(બી)માં હક-રૂઢિ બાબતેના બનાવોનો ઉલ્લેખ કરાયેલો છે જેમાં શબ્દ વાપરી એ બતાવે છે કે હક કે રૂઢિ અસ્તિત્વમાં હતી જેની માન્યતા અને અનુસરણ કરવામાં આવ્યુ હોય અથવા તેના અનુસરણ વિષે તકરાર કે હકાર કે તેનાથી અલગ પડવાનુ બન્યુ હોય તેવા બનાવો. which જેનાથી રૂઢિ કે હકક ઉત્પન્ન થયાનું સૂચવે છે જયારે in which જેમાં તે અસ્તિત્વ પછીના બનાવની બાબત સૂચવે છે રૂઢિ અને હકકમાં (૧) જજમેન્ટ જે બે પક્ષકારો વચ્ચેના ન હોય કે (૨) દસ્તાવેજોનુ હકીકતોનું વિગતવાર વર્ણન જે બે પક્ષકારો વચ્ચેના ન હોય તેવા કેસોમાં ખાસ વિવાદમાં જજમેન્ટ કે દસ્તાવેજોની પ્રસ્તુતિ બાબતનો હોય છે. સુપ્રિમ કોર્ટે નિરિક્ષણ કરેલું છે કે જે જજમેન્ટ છે તે વ્યવહાર કહેવાય દસ્તાવેજમાંની હકીકતોનુ recited વિગતવાર વર્ણન પણ વ્યવહાર જ ગણાય પરંતુ હકીકતોના વિગતવાર વર્ણનમાં જે boundry recital એટલે કે સ્થાવર મિલકત્તી ચારે દિશામાં આવેલી મિલકતોની સ્થળ સ્થિતિ હોકો જેને દસ્તાવેજમાં વર્ણન કરેલ છે તે બાબતનો વિવાદ પણ ઊભો જ છે. કલમમાં previous proceedings જે લખેલ છે આનો અર્થ એમ થાય છે કે જયારે જજમેન્ટ પ્રોનાઉન્સ કરેલ હોય તે બે તેમજ પાર્ટીઓ વચ્ચેનુ છે કે અન્ય પાર્ટીઓ વચ્ચેનુ છે તેનો કોઇ ભેદ રાખવામાં આવેલો નથી. (Right; હક માત્ર વ્યવહાર પૂરતો મર્યાદિત નથી. પરંતુ આ હકને કેવી રીતે કયારે ભોગવવામાં આવ્યો કયારે પ્રારંભ થયો તે હકને ગીરો મૂકવાની બાબત એ બતાવે છે આ હકક માલિકી હક છે આમ જયારે હકકની વાત કરવામાં આવે ત્યારે હકકની સાથે જોડાયેલી જુદી જુદી બાબતો જે ઉદાહરણમાં બતાવી છે તે બધી જ પ્રસ્તુત હકીકતો બને છે અને તે પુરાવામાં ગ્રાહય બને છે આ કલમ માત્ર અપ્રત્યક્ષ હકક પુરતું સીમિત નથી પરંતુ આ કલમ બધી જ જાતના હકક જેવા કે આ હકક પુરી માલિકીના હોય કે ઇઝમેન્ટના હકક હોય હકક પબ્લિક હકક હોય કે ખાનગી હકક હોય તે ઇઝમેન્ટ બાબતના હોય કે માલિકીના બાબતના હોય બધાને લાગુ પડે છે. રૂઢિ (Custom):- રૂઢિ એટલે ઘણા સમય પહેલાથી કોઇ પ્રદેશ જાતિ કે કુટુંબમાં જેનો પ્રયોગ થઇ રહયો હોય તેવી પ્રચલિત રીતિ આવી રૂઢિઓ જો પુરવાર કરી શકાય તેવી હોય તો કાયદા દ્રારા તેમનું પાલન પણ કરાવી શકાય છે પરંતુ જે વ્યક્િત કે સમુહ આવી રૂઢીની બાબત આગળ ધરતી હોય તેમણે આ રૂઢિ પ્રચલિત છે તેવુ સાબિત કરવાની જવાબદારી પણ ઉપાડવી પડે છે (એ) રૂઢિ બાબતના જે પુરાવાઓ આપવામાં આવે તેમાં આ રૂઢિઓ પરંપરાથી ચાલતી આવે છે જેનો વચ્ચે કયારેય લોપ થયો નથી કે રૂઢિઓથી ફટાવાનું બન્યુ નથી. તેમજ રૂઢિઓ કાયદાઅનુસાર છે તેવુ પુરાવા ઉપર લાવવું જરૂરી બને છે આવી રૂઢિઓ બાબતના લખાણો સામાન્ય રીતે મળતા હોતા નથી એટલે સમાજના બુઝર્ગ માણસો આ પરંપરાગત રૂઢિ બાબતે કોર્ટ સમક્ષ જુબાની આપે અને જો તે કોર્ટને માનવા લાયક હોય તો કોર્ટ આવી જુબાની ઉપર પોતાનો નિર્ણય આપી શકે. (બી) રૂઢિ બાબતેના અગાઉના કોટ ૦ ૦ ના જજમેન્ટસ જેમા ગર્ભિત રીતે આવી રૂઢિ હોવાની વાત સ્વીકારવામાં આવી હોય અથવા અન્ય આબરૂદાર સંસ્થાઓ કે બોડીઓ આવી કોઇ રૂઢિ હોવાની વાત જણાવે ત્યારે કોટે આવી રૂઢિ બાબતેનો સ્વીકાર કરવાનુ વિચારી શકે, પરંતુ અહીં એ ખાસ નોંધવુ જરૂરી છે કે રૂઢિનો પ્રયોગ ઘણો લાંબો સમયથી થઇ રહોય છે ભલે તેનું મૂળ (ઓરીજનલ) ન મળતું હોય રૂઢિ ખૂબ જ પૂરાણી પરંપરાથી ચાલતી આવેલી ચોકકસ કાયદાકીય અને ચોકકસ સમાજ કે ક્ષેત્ર માટે તેનું આચરણ કરવાનું ફરજીયાત હોવું જરૂરી છે બિનનિમિત વાળી રૂઢિને કાયદો માન્યતા આપતો નથી. રૂઢિઓ ખાનગી જાહેર કે સામાન્ય હોઇ શકે ઍટલે કે અનુક્રમે તેઓ ચોકકસ વ્યકિતઓ માટે જયાં પબ્લિકનું હિત છે તેવી પબ્લિક માટે અને બધી જ જાતની વ્યકિતઓ કે જે પ્રદેશમાં તેવો વસતા હોય તેમને લાગુ પડે. રૂઢિઓ નીચે મુજબ સાબિત કરી શકાય છે. (24) સીધા પુરાવા મારફતે (બી) રૂઢિઓ મુજબ થયેલા કાર્યો અને ગર્ભિત રીતે સ્વીકારાયેલા આ કાર્ય નાં પુરાવા આપીને (એ) કોટીના જજમેન્ટ પુરાવા રૂપે રજૂ કરીને (કે) જાહેર હકક કે રૂઢિ માટેના કેસોમામ પુરાવાની કલમ ૩૨ મુજબ ચોકકસ માણસો મૃત્યુ પામેલા છે તેવું જાહેર કરીને (ઇ) જે પ્રદેશોમાં અમુક જાતની રૂઢિ ચાલી રહી છે તેમા વસતી ચોકકસ વ્યકિતઓના મત નો પુરાવો પુરાવાની કલમ ૪૮ પ્રમાણે રજૂ કરીને (એફ) ભારતમાં ચાલતા કાયદાઓ જેમ કે હિન્દુ લો મોર્ફોમડના લો બાબતેની ન્યાયિક જાહેરાતો (નોટીસ) અંગેના પુરાવાની કલમ ૫૭ પ્રમાણે રજૂ કરીને એક દાવામાં કોર્ટે એવું ઠરાવ્યુ કે માછલા પકડવા માટેના હકક માટેનું લાયસન્સ તેમના માલિક ઓયસ્ટર ફીશરી કરતી આવી હોઇ આ ફીશરો (મત્સ્યક્ષેત્ર) ને ભોગવવાની કોઇ રૂઢિ અસ્તિત્વમાં હોવાનુ માની શકાય નહી. વ્યવહાર (Transaction) વ્યવહારનો મતલબ અહીં આદાનપ્રદાન નથી. પરંતુ એવા દરસ્તાવેજોનો ઉલ્લેખ છે કે જેમાં રૂઢિઓ બાબતનો ઉલ્લેખ કરાયો હોય કઇ રૂઢિ કઇ જગાએ પ્રચલિત છે તેનો ઉપયોગ કેવી રીતે થાય છે કેટલા વખતથી આ રૂઢિ છે તે હકીકતો આવા દસ્તાવેજો બતાવે છે. વઝીર-ઉલ-અજૅ (wazir UI arg) રીવાજ-ઈ-આમ રીતિગણ ડાઇજેસ્ટ ઉપરાંત કોર્ટના રૂઢિઓ બાબતેના જજમેન્ટ પણ આમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે હું છું. ટિઓમાં ફેરફારો કે રૂઢિઓ છોડી દેવાઇ હોય અને પાછી ચાલુ થઇ હોય તે બધી જ બાબતોનો આ વ્યવહારમાં ઉલ્લેખ કરાયેલો હોય છે.