
માનસિક અથવા શારીરિક સ્થિતિનુ અથવા શારીરિક સંવેદનનું અસ્તિત્વ દર્શાવતી હકીકતો
કોઇ માનસિક કે શારીરિક સંવેદનાની એવી કોઇ સ્થિતિનું અસ્તિત્વ વાદગ્રસ્ત કે પ્રસ્તુત હકીકત હોય ત્યારે ઇરાદો જાણકારી શુધ્ધબુધ્ધિી બેદરકારી અવિચારીપણુ અમુક વ્યકિત પ્રત્યે દુભાવ અથવા સદભાવ જેથી માનસિક સ્થિતિનુ આવા શારીરિક કે શારીરિક સર્વેદનની કોઇ સ્થિતિનુ અસ્તિત્વ દર્શનની હકીકનો પ્રસ્તુત છે. સ્પષ્ટીકરણ ૧ કોઇ પ્રસ્તુત માનસિક સ્થિતિનુ અસ્તિત્વ દર્શાવવા માટે પ્રસ્તુત હોય તે હકીકતે એવું દશૅ વવું જોઇએ કે તે માનસિક સ્થિતિ સામાન્ય નહિ પણ અમુક વાદગ્રસ્ત બાબતના સંદભૅમાં અસ્તિત્વ ધરાવે છે. સ્પષ્ટીકરણ ૨ પણ જેના ઉપર ગુનાનો આરોપ હોય તે વ્યકિત ઉપર ઇન્સાફી કાર્યવાહી ચલાવતી વખતે આરોએ અગાઉ કરેલા ગુનાની હકીકત આ કલમના અર્થ મુજબ પ્રસ્તુત હોય ત્યારે સદરહુ વ્યકિતના ગુનાની સાબિતી પણ પ્રસ્તુત હકીકત ગણાશે. ટિપ્પણીઃ ઉદ્દેશ્ય ગુજરાતી મુહાવરો હૈયે તે હોઠે આધારિત આ કલમ રચવામાં આવેલાનુ જણાય છે આમા જયારે માનસિક સ્થિતિ શારીરિક સ્થિતિ કે શારીરિક લાગણીઓ માનો વિષય હોય ત્યારે તત્કાલિન ઇરાદો, જાણકારી, શુધ્ધબુધ્ધિ, બેદરકારી, અધિરાપણું દુર્ભાવ, સહભાવ વગેરે જાહેર કરતી હકીકતો પ્રસ્તુત બને છે અને આ બાબતો પુરાવામાં ગ્રાહય બને છે ઇરાદો જાણકારી વગેરે હોવા વિષેની બાબત તે એક ચકાસણીનો વિષય છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે માનસિક સ્થિતિનુ અસ્તિત્વ છે તે બતાવવાનુ દપૅણ ઇરાદો જાણકારી શુધ્ધબુધ્ધિ વગેરે છે આ બાબતો હોવાનુ જાહેર થતા વ્યકિતની માનસિક કે શારીરિક સ્થિતિનો મુદ્દો નકકી થઇ શકે અત્રે એ યાદ રાખવુ જરૂરી છે કે શારીરીક ભાષા અને શારીરિક લાગણીઓ એ બંને અલગ અલગ બાબતો છે શરીરના ચહેરાના ભાવ આંખોનુ મટકવું આગળ નમી જવુ હાથ હલાવવો માથું ધુણાવવુ વગેરે શારીરિક ભાષામાં આવી જાય છે જયારે ઈરાદો હોવાનુ જાણકારી રાખવાની દુર્ભાવ કે સદભાવ વ્યકિત તરફ રાખવો તે માનસિક અને શારીરિક સ્થિત્તિઓ સાથે સંબંધ રાખે છે શારીરિક ભાષાી માણસ આરામપ્રિય કંટાળેલી ધ્યાન કેન્દ્રિત કરનારો આક્રમક છેકે કેમ તેની ખબર પડે છે.
Copyright©2023 - HelpLaw