કોઇ કૃત્ય આકસ્મિક રીતે ક ઇરાદાપૂર્વક થયું હોવાનુ પ્રશ્નને લગતી હકીકત બાબત
કોઇ કૃત્ય આકસ્મિત રીતે કે ઈરાદાપૂર્વક થયું હોવાનો અથવા અમુક જાણ સાથે કે ધરાદાથી થયું હોવાનો પ્રશ્ન હોય ત્યારે એવું કૃત્ય તે પ્રકારના બનાવોની શ્રેણીનો ભાગ તે બનતુ હોય અને તે દરેક બનાવ સાથે સદરહુ કત્ય કરનાર વ્યકિત સબંધ ધરાવતી હોય તો તે હકીકત પ્રસ્તુત છે. ટિપ્પણી: ઉદ્દેશ્ય: કલમ ૧૫નો ઉદ્દેશ્ય કોઇ કૃતય આકસ્મિક કે ઇરાદાપૂવૅકનું થયુ હોય તે બતાવવા આવાં કૃત્યોની બીજી શૃંખલાઓ પહેલા આજ વ્યકિતઓ દ્રારા થઇ હતી કે નહીં તે બતાવવાનો છે અહીં સવાલ વાળા થયેલા કૃતયને અગાઉના આવા કૃત્યની શૃંખલાઓ જોડે સાંધવાની આ બાબત છે અને આ સાંધણ હકીકતોને પ્રસ્તુત ગણી તેમને પુરાવામાં લેવા માટેનું આ કલમમાં પ્રાવધાન કરેલુ છે સવાલવાળી ઘટના અને અગાઉની ઘટનાને એક બીજા સાથે જોડાણ ભલે ન હોય પરંતુ જે વ્યકિત દ્રારા આ સવાલવાળું કૃત્ય કરવામાં આવેલુ હોય તેણે કે તેના એજન્ટે અગાઉ શૃંખલાના ભાગરૂપે કોઇ કૃત્ય કરેલાની હીકતો રેકર્ડ ઉપર હોય તો હકીકતો પ્રસ્તુત ગણાઇ પુરાવો બને છે. ક્લમમાં આવરી લેવાયેલ બે સ્થિતઓઃ અહીં એ બતાવવું જરૂરી છે કે આ કલમમાં બે જાતના કેસોને આવરી લેવાય છે પહેલો આ કલમનો સવાલ એ ઊભો થાય છે કે કૃત્ય આકસ્મિક છે ઇરાદાપૂર્વકનુ છે કલમની બીજી સ્થિતિ એ છે કે જે કામ કરવામાં આવ્યું તે ચોકકસ ઇરાદાથીઅથવા જાણકારીથી કરવામાં આવ્યું કે કેમ તે પહેલી બાબતમાં જે વ્યકિત ઉપર તહોમતનામું મુકાયુ છે તેનો બચાવ એ હશે કે આ કાયૅ કરવા પાછળ કોઇ હેતુ હતો નહી જયારે બીજી બાબતમાં ચોકકસ ઇરાદો કે જાણકારી હાજર નહતી એકસીડન્ટના કેસમાં જે પુરાવો ગ્રાહય ગણાય તે એ છે કે ઘણી એક જ પ્રકારની અથવા સરખીબાબતનોનુ એક સાથે હવું શકય ન હતું. ૧૯૫૦-૬૦માં ગુજરાત – સૌરાષ્ટ્રમાં બહારવટીયા ભૂપતની ધાડોના પ્રસંગોની શૃંખલાઓ ચંબલના ધાડુપાડુઓની ધાર્યો અને તોડફોડની શૃંખલાઓ તેમજ સાબરકાંઠામાં ખેડબ્રહમા તાલુકામાં મણા કીકાની ગેંગના માણસો ગ્રારા ૨૦૦૩-૨૦૦૪ માં પાડવામાં આવેલી ધાડો આનું બોલતી શ્રૃંખલાઓનુ ઉદાહરણ છે આ જણાવેલ દરેક ગુનેગારોએ આકસ્મિક નહીં પરંતુ ઇરાદાપૂર્વક અને જાણકારીથી તેમણે કરેલા કૃત્યો કર્યા હતા તે સ્વયં સ્પષ્ટ બને છે છેવટે કરેલા એક જ કૃત્યને તેમણે પહેલા કરેલા કૃત્યોની શૃંખલાઓ સાથે જોડી શકાય
Copyright©2023 - HelpLaw