
દસ્તુર (Course of Business) નુ અસ્તિત્વ કયારે પ્રસ્તુત ગણાય
અમુક કૃત્ય થયું છે કે નહિ એવો પ્રશ્ન હોય ત્યારે જે દસ્તુર મુજબ તે સ્વાભાવિક રીતે થયું હોત તો દસ્તુરનુ અસ્તિત્વ પ્રસ્તુત હકીકત છે. ટિપ્પણીઃ ઉદ્દેશ્યઃ- આ કલમ સ્પષ્ટપણે પ્રસ્થાપિત કરે છે કે કામ કરવાની કોઈ દસ્તુર જો અસ્તિત્વમાં હોય અને પ્રથા મુજબ જો કોઇ કાર્ય કરવામાં આવે તો તે કાયૅ તેના સ્વાભાવિક ક્રમાનુસાર થઇ જશે આમા એ ધારી લેવામાં આવ્યુ છે કે પ્રથા હંમેશા સબળ અને અસરકારક રહે અને તેમાં ઢીલ કે આળસને કોઇ સ્થાન આપાયું ન હોય આ કલમ પુરાવા નિયમ ૧૧૪૬(એ) મુજબનુ છે જેમા સ્પષ્ટ પ્રાવધાન છે કે સામાન્ય રીતે કરાતી કાયૅશૈલીની પ્રમાણે કાયૅ કરાયુ છે એવુ માની શકાય જયારે તેના ઉદાહરણમાં પત્ર મળ્યો છે કે નહી તે પ્રશ્ન બાબતે એવુ કહેવાયું છે કે પગ પોસ્ટ તો કરી દીધેલ છે પરંતુ પોરા ડીસ્ટર્બન્સના કારણ હમેશાનુ પોસ્ટનું કાયૅ ખોરવાઇ ગયુ છે વધુમાં જનરલ કલોઝીજ એકટ કલમ ૨૭ એવું સ્પષ્ટ કહે છે કે જો રજીસ્ટર્ડ લેટર હોય અને પોસ્ટ કર્યું । હોય તથા સરનામું બરાબર હોય તો પત્ર સરનામાવાળી વ્યકિતને મળેલો ગણાશે. આમ દસ્તુર અસ્તિત્વમાં છે કે નહીં તેના ઉપર આખીએ કલમનો દારોમદાર છે. તમારી પ્રથા જે અસ્તિત્વમાં હોય તે બરાબર હોય તો તે દ્નારા તમોએ કરવા ધારેલુ કામ થઇ શકશે. દસ્તુરની બાબત છે તે દરેકે કંપની કે સંસ્થા કે અલગ વ્યકિતની કરવાની કાયૅશૈલી અને દસ્તુરઃ- અહીં જે કાર્યો કરવાની પ્રથાની બાબન છે પછી ભલે તે કોઇ કોર્પોરેટ કંપનીના ઓફીસની બાબત હોય કે પ્રાઇવેટ કંપની કે સરકારી ઓફિસોમાં કાર્યો કરવાની પ્રથાની બાબત હોય કે ઉત્પાદક ફેકટરીની બાબત હોય કામ કરવાની પ્રથા એકવાર નકકી થઇ ગઇ હોય ત્યારે પ્રથામાં કાયૅ ચાલુ કરવાથી તે પુરું થઇ જવાનુ જ તેવુ મનાય અપવાદ એ છે કે જે પડેલી પ્રથા હોય તે ખોરવાઇ ન જાય દા.ત. કોઇ વ્યકિતને નોટિસ અમુક તારીખ પહેલા તે પહોંચી જાય તે બાબત કાયદાથી જો ફરજીયાત હોય તો એ જોવુ જોઇએ કે આ કાગળ કે નોટિસ સમયસર લખાઇ ને તેનુ જે તે ઓફીસમાં રવાનગી વિભાગ દ્રારા રવાનગી નંબર રજીટરમાં આપી પોસ્ટ કરવા માટે અપાય છે નોટીશ લખાઇ ગઇ પરંતુ રવાનગી કલાકૅ જ જો રજા ઉપર હોય અને તેનું કામ કોઇ બીજી વ્યકિત ન જોતી હોય તો પ્રથા ખોરવાઇ ન પડે છે અને તમારી જે કાયદાકીય નોટીશ આપવાની છે તેની તારીખ ચુકી જવાય છે અને આના કારણે કોઇ વ્યકિત કે કંપનીને કોઇક વખત મોટું નુકશાન પણ ભોગવવાનો વખત આવે છે. આજકાલ કોમ્પ્યુટરના જમાનામાં હવે આવી બધી બાબતોનું કોઇ ખાસ ઔચિત્ય રહેતુ નથી કારણ કે નોટીશો કોમ્પ્યુટર દ્રારા સીધી જ જે તે વ્યક્તિ કે કંપનીને પહોંચાડી શકાય છે. પરંતુ મેન્યુફેકચરીંગ બાબતમાં આ હકીકતનું મહત્વ અનેકગણું વધી જાય છે કોઇ મશીનના પાટૅ ફેકટરીમાં ધાયૅ સમય પછી અપાતા પાટૅ ઓડૅર કરનાર વ્યકિતને ઘણું બધું નુકશાન ભોગવવાનો સમય આવી શકે છે વિજળી નહોતી મળી શકી વકૅર સ્ટ્રાઇક હતી તેવી હકીકતો ધારેલા સમયમાં પાટૅ ન પહોંચાડી શકાતા આગળ ધરાય છે જેમા પાટૅ ઓડૅર કરનાર વ્યકિતનો કોઇ જ દોષ હોતો નથી. એટલે એ જરૂરી છે કે કામની પ્રથા જે હોય તે હંમેશા ખોરવાયા વગરની અને સક્ષમ રહે.
Copyright©2023 - HelpLaw