સ્વીકૃતિની વ્યાખ્યા - કલમ:૧૭

સ્વીકૃતિની વ્યાખ્યા

સ્વીકૃતિ એટલે કોઇ વાદગ્રસ્ત કે પ્રસ્તુત હકીકત પરત્વે કંઇ અનુમાન કરવાનુ સૂચવે એવુ આમા હવે પછી જણાવેલી વ્યકિતઓ અને આમા હવે પછી જણાવેલા સંજોગોમાં કરેલુ મૌખિક અથવા દસ્તાવેજી કથન અથવા ઇલેકટ્રોનિક સ્વરૂપની વિગતા ટિપ્પણીઃ ઉદ્દેશ્યઃસ્વીકૃતિ તે સ્વેચ્છાએ સ્વીકારેલી હકીકતની એક જાણ છે આ સ્વિકૃતિને કારણે કોઇ મુદ્દાની હકીકત કે સ્વીકૃત હકીકત નકકી કરવા માટેનું અનુમાન થઇ શકે છે અને આવી વાદગ્રસ્ત હકીકત કે સ્વીકૃત હકીકતના પુરાવા આપવામાંથી બચી શકાય છે. માપદંડઃ- (૧) આમા એક પક્ષકાર પોતાના કથનો દ્રારા પોતાનો પક્ષ રાખે છે જે કથનોનો (બધા કે અમુક) બીજો પક્ષકાર કરે છે (૨) સ્વીકૃતિ કરનાર પક્ષની સ્વીકૃતિ દેખીતી રીતે જ સાચી છે એવું માની લેવાય છે (૩) જો કોઇ પક્ષકારના એજન્ટે સ્વીકૃતિ કરી હોય તો મૂળ પાટીની અધિકૃતિ દરમ્યાન કરેલુ હોવુ જોઇએ. હકીકત આધારીત અને કાયદા આધારિત સ્વિકૃતિઓઃ- હકીકત આધારીત સ્વિકૃતિઓ સામાન્ય રીતે પાછી ખેંચી શકાતી નથી. સિવાય કે આ સ્વીકૃતિઓ (અ) ભૂલથી અધિકૃતતા વગર કે જબરજસ્તીથી કરાયેલી હોય પરંતુ કાયદા આધારિત સ્વીકૃતિઓ કયારે પણ પાછી ખેંચી શકાય (એ) સ્વકારાયેલી હકીકત સંદભૅ કોઇ બીજો હયાત મુદ્દો કે જે કૌટૅ સંચાલિત કરવાનો હોય ત્યારે તે સ્વીકારાયેલ હકીકત પાછી ખેંચી શકાય નહી. (બી) જે પક્ષકાર તરફે આવી સ્વીકૃતિ કરવામાં આવી હોય તે પક્ષકારને આ સ્વીકૃતિ પાછી ખેંચી લેવાથી કોઇ નુકશાન ન થાય તો જ આ સ્વીકૃતિ પાછી ખેંચી શકાય સ્વીકૃતિ પક્ષકારના નિવેદન પરથી સામાપક્ષે કરી હોય અને આ પક્ષકારનુ નિવેદન જ જો સંજોગોવશાત કાઢી નખાયેલુ હોય તો આવા નિવેદનને આધારે અગાઉ કરેલી સ્વીકૃતિ માન્ય રહેતી નથી. જેનાથી મુદ્દો કે પ્રસ્તુત હકીકતો નકકી કરવા અંગેનો નિર્દેષ થઇ શકે વધુમાં જ શકે સ્વીકૃતિની ખાસીયતોઃ- (૧) સ્વીકૃતિ એ એક જાતનું એવુ કથન છે કે (૨) કાયદામાં જણાવ્યા પ્રમાણેની વ્યકિત જ આવી સ્વીકૃતિ કરી (૩) કાયદામાં જણાવ્યા પ્રમાણેના સંજોગોના આધિન જ આ સ્વીકૃતિ કરી હોવી જોઇએ. (૪) સ્વીકૃતિ મૌખિક કે દસ્તાવેજી હોઇ શકે (૫) આવું કથન ઇલેકટ્રોનિક ફોમૅમાં પણ હોઇ શકે. સ્વીકૃતિ – પુરાવા તરીકેઃ- સ્વીકૃતિ એ ન્યાયિક પ્રક્રીયામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે સ્વીકૃતિનો સામાન્ય નિયમ એ છે કે જે પક્ષકારે સ્વીકૃતિ આપી હોય તેની સામે આ પુરાવાનો ઉપયોગ થઇ શકે અને બીજા પક્ષ્મકારો સામે તેનો ઉપયોગ થઇ શકે નહી. સ્વીકૃતિ જયારે મૌખિક હોય ત્યારે તેને પુરાવામાં ગ્રાહય કરતા પહેલા ખૂબ જ સાવધાની રાખવાની હોય છે કારણ કે આવી મૌખિક સ્વીકૃતિ ઘણી વખત પુરતી માહિતીના અભાવે અથવા ગેરસમજથી અથવા જાણી જોઇને ખોટી રીતે કરવામાં આવતી હોય છે જયારે ખામીયુકત સ્વીકૃતિ હોય ત્યારે આવી સ્વીકૃતિનો પુરાવો સંતોષકારક પુરાવો ગણી શકાય નહી. પરંતુ સ્વીકૃતિ પુરી સમજથી કરી હોય ત્યારે આવો સ્વીકૃતિનો પુરાવો સંતોષકારક માની લઇ શકાય ઘણા કેસોમાં જે કથનોની સ્વીકૃતિ પક્ષકારે કરી હોય તે સ્વીકૃતિ તે પક્ષકારની વિરૂધ્ધ પણ જઇ શકે આવી સ્વીકૃતિની જયારે સામાવાળા પક્ષને જાણ હોય ત્યારે આ સ્વીકૃતિનો પુરાવો એક સબળ પુરાવો બને છે અને આવી સ્વીકૃતિઓ સામે વિરૂધ્ધના પુરાવા આપી શકાતા નથી.

સ્વીકૃતિના આધારે કોઇ પક્ષકારના હકકો નકકી કરતા પહેલા સ્વીકૃત જે કરેલી છે તે સ્પષ્ટ અને નિણૅયક પ્રકારની હોવી જોઇએ સ્વીકૃતિમાં કોઇ ગુંચવણ જણાય તો સ્વીકૃતિનો બીજો ભાગ પણ વાંચવો જોઇએ ઉપરાંત પક્ષ નિવેદન વખતે જે પક્ષ લીધો હોય તે પણ જોવું જોઇએ વધુમાં ઉલટ તપાસની જુબાનીમાં આપેલા કથનો ઉપરાંત સરતપાસની જુબાનીના કથનો પણ લક્ષ્યમાં લેવાવા જોઇએ સ્વીકૃતિની વ્યાખ્યાઃ સ્વીકૃતિ એટલે પાટી દ્રારા કરાયેલુ કોઇ કથન અને એ જરૂરી નથી કે જયારે આ કથન કરવામાં આવ્યું ત્યારે સ્વીકૃતિને પુરાવા તરીકે લેવામાં નીચેના સિધ્ધાંતો ધ્યાનમાં લેવાય છેઃ (૧) સ્વીકૃતતિ એ એક નિશ્ર્વિત પુરાવો બનનતો હોઇ મુદ્દાની હકીકતો શોધી કાઢવા તેનો એક અગત્યનો ઉપયોગ થઇ શકે છે. (૨) સ્વીકૃતિના કારણે વિરૂધ્ધ હકીકત પુરવાર કરવાની જવાબદારી આ સ્વીકૃત કરનાર પક્ષકારનની બને છે અને આવી કોઇ વિરૂધ્ધની હકીકત પુરવાર ન કરી શકવાની બાબત આ કરેલ સ્વીકૃતિ સાચ છે તેમ માની શકાય. (૩) ઉપર (૧) અને (૨)માં જણાવેલ સ્વીકૃતિ સ્પષ્ટ ચોકકસ અને નિશ્ર્વિત હોવી જોઇએ અને નહીં કે અસ્પષ્ટ ગુંચવાડા ભર્યું કે અનિશ્ર્વિત પ્રકારની હોય આ સ્વીકૃતિ જે પક્ષકારે કરી હોય તેની સામે વિબંધન ઊભું થાય છે અને વિરૂધ્ધની હકીકત સાબિત કરવાની જવાબદારી આ સ્વીકૃતિ કરનાર પક્ષકારની બને છે વિરૂધ્ધનુ આ પક્ષકાર સાબિત ન કરી શકે તો પછી સ્વીકૃતિનો પુરાવો પરીણામ લક્ષી પુરાવા તરરીકે સાબિત થયેલો ગણાય. સ્વીકૃતિ – સ્વૈચ્છિકઃજે વ્યકિતએ જે તે વખતે સ્વીકૃતિનું કથન કર્યું હોય તે સ્વૈચ્છિક હોવુ જોઇએ દબાણપૂવૅક કે ગેરમાગૅ દોરી કે ખોટી માહિતી આપી આવું કથન કરાવેલુ હોય તો આવી સ્વીકૃતિની પુરાવામાં કોઇ મહતા રહેતી નથી તેવી જ રીતતે અગાઉની ફોજદારી કાયૅરીતિમાં કોઇ સ્વીકૃતિ કી હોય તો તેનું કોઇ મહત્વ ચાલુ ફોજદારી કાયૅરીતિમાં રહેતુ નથી. કથન – મૌખિક કે દસ્તાવેજીઃ- ઉપર જણાવ્યા પ્રમાણે સ્વીકૃતિનુ કથન મૌખિક હોય કે દસ્તાવેજી હોઇ શકે મૌખિક હોઇ શકે મૌખિક કથનની સ્વીકૃતિ માટે તે સ્પષ્ટ ચોકકસ અને નિશ્વિત હોવું જરૂરી છે જયારે દસ્તાવેજી પુરાવા જો અસલ અને સાચા હોય તો તેમનુ પુરાવા તરીકે વધારે મહત્વથી ગ્રાહય બને છે ઘણી વખત પક્ષકારોના વતૅન ઉપરથી પણ સ્વીકૃતિ હોવાનુ જણાઇ આવે છે કોટૅ સમક્ષ એક પક્ષકાર કોઇ દાવા બાબતે રજૂઆત કરે અને બીજા પક્ષકારને તેનો જવાબ આપવા માટેની તક હોવા છતાં આ રજૂઆતો (કે-બીજા પક્ષકારની વિરૂધ્ધની હોય) નો કોઇ જવાબ ન આપે તો પણ બીજા પક્ષે આ સ્વીકૃતિ કરી છે તેવું ગણાય.

આ સ્વીકૃતિઓ બાબતેના અગત્યના બિંદુઓઃ- (૧) આ સ્વીકૃતિઓ ઉપર જણાવેલ વ્યાખ્યા પ્રમાણે માત્ર દિવાની કેસો જ એકલાને જ લાગુ પડતા નથી. આ બાબત રીપોટૅડ કેસીઝ ૨,૩ સાહુ એ.આઇ.આર.૧૯૬૬ એસ.સી.૪૬ Azimmuddin (૧૯૨૬) આઇ.એલ.આર.૫૪ કલકતા ૨૩૭) માંથી પણ માલુમ પડી આવે છે (૨) વતૅન દ્રારા કરાયેલી સ્વીકૃતિ આ કલમમાં આવરી લેવાથી નથી પરંતુ તે કલમ ૮માં આવરી લેવાઇ છે. (૩) સ્વીકૃતિ તે કહીસૂની બાબત સામે અપવાદરૂપ બને છે. (૪) સ્વીકૃતિઓ કયારેય નિણૅાયક સાબિતીઓ બનતી નથી પરંતુ કોઇક વાર તે પ્રતિબંધ જરૂર બને (૫) આ સ્વીકૃતિઓ જે કરે છે તેની વિરૂધ્ધ તે એક પુરાવો બની શકે છે (૬) જે પાટી સ્વીકૃતિ કરે છે તે એવો દાવો ન કરી શકે આ કથન જે વ્યકિતએ તે કર્યું હતું તેના વિરૂધ્ધનુ બનતુ હતુ. છે. કે તેનુ સ્વીકૃતિ અંગેના કથનને પણ હંમેશના જેવ પરિક્ષણો જેવાં કે સચ્ચાઇ સોગંદ ઉપર લેવા બાબતે અને ઉલટતપાસ લાગુ પડવા જોઇતાં હતા કહીસૂની ના સામાન્ય નિયમ વિરૂધ્ધ અલગ પડવાનુ આ એક કારણ છે. આ કલમની ત્રણ જરૂરિયાતોઃ(૧) તે કથન હોવું જોઇએ (૨) આ કથન વાદગ્રસ્ત હકીકત કે પ્રસ્તુત હકીકત અંગેના નિષ્કષૅ કાઢવા બાબતેનુ હોવું જોઇએ (૩) આ કથન કોઇ ચોકકસ વ્યકિતએ ચોકકસ સંજોગોમાં કરેલુ હોવું જોઇએ. આમાંની પહેલી જરૂરિયાત કોઇ પ્રશ્ન ઊભી કરત નથી. આ કથન મૌખિક કે દસ્તાવેજી હોવું જોઇએ જેથી વતૅન દ્રારા કરાયેલી સ્વીકૃતિ આ કલમમાં ન પડે જો કે આવી સ્વીકૃતિઓ કલમ ૮માં પ્રસ્તુત બને છે અથવા બીજી કલમો જે હકીકતો સંબંધી હોય તેમને લાગુ પડે છે. બીજી જે જરૂરિયાત છે તે વાદગ્રસ્ત હકીકત કે પ્રસ્તુત હકીકત બાબતેનો નિષ્કષૅ કાઢવા સૂચન કરતી હોય તો આવી સ્વીકૃતિઓ યોગ્ય બને છે જે નિષ્કષૅ બાબતેનુ સૂચન કરે છે તે દેખીતી રીતે બતાવે છે કે સ્વીકૃતિઓ વાદગ્રસ્ત હકીકત કે પ્રસ્તુત હકીકત સીધી રીતે સ્વીકારી શકતી નથી. ત્રીજી બાબત કે આ કથન ચોકકસ વ્યકિત દ્રારા ચોકકસ સંજોગોમાં કરેલુ હોવું જોઇએ.