
સ્વીકૃતિ કરનાર વ્યકિતઓની વિરૂધ્ધ તેમનાથી અથવા તેમના વતી સ્વીકૃતિની સાબિતી
સ્વીકૃતિઓ તે કરનાર વ્યકિત અથવા તેના હિત પ્રતિનિધિની વિરૂધ્ધ પ્રસ્તુત છે અને તેની વિરૂધ્ધ તે સાબિત કરી શકાશે પરંતુ તે કરનાર વ્યકિતથી અથવા તેના વતી અથવા તેના હિત-પ્રતિનિધિથી નીચેના સંજોગો સિવાય તે સાબિત કરી શકાશે નહિ (૧) સ્વીકૃતિ એવા પ્રકારની હોય કે તે કરનાર વ્યકિત મૃત્યુ પામી હોત અને કલમ ૩૨ મુજબ ત્રાહિત વ્યકિતઓ વચ્ચે તે પ્રસ્તુત હોય તો તે સ્વીકૃતિ તે કરનાર વ્યકિતથી અથવા તેના વતી સાબિત કરી શકાય (૨) કોઇ વ્યકિતએ કરેલી સ્વીકૃતિ જો તેમા કોઇ પ્રસ્તુત કે વાદગ્રસ્ત માનસિક અથવા શારીરિક સ્થિતિના અસ્તિત્વ વિશે તેવી માનસિક કે શારીરિક સ્થિતિ અસ્તિત્વમાં હોય તે વખતે કે તે અરસામાં કરેલુ કથન હોય અને તે કથન ખોટું કરવાનું અસંભવિત બને એવા વર્તન સાથે કરેલ હોય તો તે સ્વીકૃતિ તે વ્યકિત તરફથી કે તેના વની સાબિત કરી શકાશે (૩) સ્વીકૃતિ તરીકે નહિ પણ બીજી રીતે કોઇ સ્વીકૃતિ પ્રસ્તુત હોય તો તે કરનાર વ્યકિતથી અથવા તેના વતી સાબિત કરી શકાશે ઉદ્દેશ્યઃ- આ કામ કઇ વ્યકિત કયારે સ્વીકૃતિઓ સાબિત કરી શકે તે બાબતે છે સામાન્ય રીતે જે વ્યકિતએ સ્વીકૃતિ કરી હોય તેના દ્રારા કે તેના વતીથી અન્ય વ્યકિત દ્રારા આ સ્વિકૃતિ સાબિત કરી શકાશે નહી અને આ બાબતે કોણ આ સ્વીકૃતિઓ સાબિત કરી શકે તે બાબત આ કલમ ૨૧ માં ત્રણ અપવાદો દ્રારા દશૅ ાવવામાં આવી છે.
(૧) જયારે આ કથન એવા પ્રકારનુ હોય અને કથન કરનાર વ્યકિત મૃત થઇ ગયેલ હોત તો આવુ કથન પ્રસ્તુત બને છે અને વ્યકિતની મૃતક વ્યકિત જીવીત હોત તો તે આ કથન સાબિત કરી શકત (૨) જયારે માનસિક અને શારીરિક સ્થિત એ પ્રસ્તુત હકીકત કે તકરારી બાબત હોય ત્યારે વ્યકિત જયારે માનસિક અને શારીરિક સ્થિતિ અસ્તિત્વમાં હોય તે જ સમયે અથવા તે અરસામાં આ કથન કરેલુ હોય અને તે કથન સાથે વર્તણૂક જોડાયેલી હોય જેથી આ કથનનું ખોટાપણા હોવાનું અશકય બનતું હોય આવુ કથન આવા સંજોગોમાં તે કરનાર વ્યકિત દ્રારા કે તેના વતી અન્ય વ્યકિત દ્રારા સાબિત કરી શકાશે. (૩) કથન સ્વીકૃતી તરીકે પ્રસ્તુત ન હોય પરંતુ તે બીજી રીતે પ્રસ્તુત હોય તો આવુ કથન કરનાર વ્યકિત દ્રારા કે તેના વતી અન્ય વ્યકિત દ્રારા આ કથન સાબિત કરી શકાશે
Copyright©2023 - HelpLaw