
દસ્તાવેજો સંબંધી મૌખિક સ્વીકૃતિ કયારે પ્રસ્તુત ગણાય
કોઇ દસ્તાવેજના મજકુર સંબંધી મૌખિક સ્વીકૃતિઓ પ્રસ્તુત નથી. સિવાય કે જયાં સુધી એવા દસ્તાવેજના મજકુરનો ગૌણા પુરાવો આમા હવે પછી જણાવેલ નિયમો હેઠળ આપવાનો પોતાનો હક છે એમ સ્વીકૃતિઓને સાબિત કરવા માંગતો પક્ષકાર દશૅ વે અથવા રજૂ કરેલા દસ્તાવેજના ખરાપણાનો પ્રશ્ન હોય ઉદ્દેશ્યઃ- આ કલમ દસ્તાવેજ અંગેની મૌખિક સ્વીકૃતિ પ્રસ્તુત નથી એમ સ્પષ્ટ દશૅાવે છે પ્રસ્તુતિ માટે પક્ષકારે ગૌણ પુરાવા દ્રારા તે (સ્વીકૃતિ) સાબિત કરવાનો તેમનો નિયમ પ્રમાણે હક છે તેવુ બતાવવુ પડે અથવા આ સ્વીકૃતિને પ્રસ્તુતિ બનાવતા પહેલા જે દસ્તાવેજ રજૂ કરાયેલો છે તેની યથાથૅતા જયારે સવાલ નિશાના ઉપર હોય તે અંગેની સ્પષ્ટતા કોટૅ સમક્ષ કરવી પડે
Copyright©2023 - HelpLaw