ઇલેકટ્રોનિક રેકોડૅની વિગતો સંબંધી મૌખિક સ્વિકૃતિ કયારે પ્રસ્તુત ગણાય - કલમ:૨૨(એ)

ઇલેકટ્રોનિક રેકોડૅની વિગતો સંબંધી મૌખિક સ્વિકૃતિ કયારે પ્રસ્તુત ગણાય

કોઇ પણ ઇલેકટ્રોનિક રેકોડૅની વિગતો સંબંધી મૌખિક સ્વીકૃતિ પ્રસ્તુત નથી સિવાય કે રજૂ કરેલ ઇલેકટ્રોનિક રેકોડૅના ખરાપણાનો પ્રશ્ન હોય ઉદ્દેશ્યઃ- જે ઇલેકટ્રોનીકસ રેકડૅ રજૂ કરાયેલો છે તે યોગ્ય છે અને તેમા કોઇ છેડછાડ નથી અને તે યથાથૅ છે તેવું જો બતાવવામાં આવે તો આવા રજૂ કરાયેલા રેકડૅની વિગતો પ્રસ્તુત વિગતો માની શકાય અને તે પુરાવામાં ગ્રાહય બને છે. ઇલેકટ્રોનીક રેકડૅઃ- એટલે સ્વીકૃત માહિતી (ડેટા) રેકડૅ કે માહિતી નિમૉણ છબી અથવા સંગ્રહાયેલો અવાજ જે માઇક્રોફીલ્મ કે કોમ્પ્યુટર નિમિત માઇક્રોફીશ્ય જેવા ઇલેકટ્રોનીક માધ્યમ દ્રારા સ૦૦૦ વીકારાયેલ હોય કે મોકલેલ હોય