ફોજદારી કાયૅવાહીમાં પ્રલોભન ધમકી અથવા વચન ઉપરથી કરેલી કબૂલાત કયારે પ્રસ્તુત ગણાય - કલમ:૨૪

ફોજદારી કાયૅવાહીમાં પ્રલોભન ધમકી અથવા વચન ઉપરથી કરેલી કબૂલાત કયારે પ્રસ્તુત ગણાય

કોટૅને એવુ જણાય કે કોઇ આરોપીએ કરેલી કબૂલાત અધિકાર ધરાવતી વ્યકિત તરફથી આરોપીને તેના તહોમત સંબંધમાં મળેલા પ્રલોભન ધમકી અથવા વચન ઉપરથી કરવામાં આવી છે અને અદાલતના અભિપ્રાય પ્રમાણે તે એવુ હોય કે તે કબૂલાત કરવાથી આરોપીને તેની સામે ચાલતી કાયૅવાહી સંબંધમાં પોતાનો ભૌતિક ફાયદો થશે અથવા દુનયવી પ્રકારની આફત નિવારાશે એમ ધારવા માટે તેને વાજબી જણાય એવા પૂરતા કારણો મળે તો સદરહુ કબૂલાત ફોજદારી કાયૅવાહીમાં અપ્રસ્તુત છે. ઉદ્દેશ્યઃ- અધિકાર ધરાવતી વ્યકિત દ્રારા તહોમતના કારણે કોઇ પ્રલોભન ધમકી કે વચન આરોપીને મળેલા હોય અને આરોપીને એવુ લાગતુ હોય કે આના કારણે તેને કોઇ ફાયદો થશે કે દુન્યવી આફત નિવારી શકાશે અને જો કોટૅ ને એમ લાગે કે આ કારણે આરોપીએ કબૂલાત કરી છે તો આ કબૂલાત અપ્રસ્તત ગણવામાં આવી છે ટૂંકમાં આરોપી પ્રલોભન ધમકી કે વચનથી પ્રભાવિત હોય અને આ કારણે તેને ગુના બાબતની કબૂલાત કરી હોય તો તે પુરાવામાં ગ્રાહય નથી.