
પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત સાબિત કરી શકાશે નહીં
કોઇ પોલીસ અધિકારી સમક્ષ કરેલી કોઇ પણ કબૂલાત કોઇ ગુનાના આરોપી વિરૂધ્ધ સાબિત કરી શકાશે નહી. ઉદ્દેશ્યઃ- પોલીસ દમનકારી રીતો અખત્યાર કરી આરોપીઓ પાસે જબરદસ્તીથી કબૂલાતો કરતી હોવાની સવૅત્ર માન્યતા હોવાને કારણેઆ કલમનું ઘડતર થયું છે અને આરોપીએ પોલીસ સમક્ષ ગુના અંગે કરેલી કબૂલાત પુરાવામાં ગ્રાહય ગણવામાં આવતી નથી અને આવી કબૂલાત સાબિત કરવા અંગે આ કલમથી મનાઇ ફરમાવવામાં આવી છે. ટિપ્પણીઃ- આરોપીની દરેક વતૅણૂક ઉપર પોલીસનો ખૂબ જ મોટો પ્રભાવ હોય છે પોલીસ દ્રારા દમનકારી નીતિઓ અને હેરાન પરેશાન થવાના કારણે પોલીસની ચુંગાલમાંથી છૂટવા આરોપીઓ ઘણી વખત ખોટી કબૂલાતો પણ કરી દેતા હોય છે એટલે આ પોલીસ સમક્ષની કબૂલાતો અને અધીકૃત સતાધારી વ્યકિત સમક્ષની સ્વીકૃતિઓ સાચી હોવાની બાબતે ઘણા વર્ષોથી ઘડભાંજ ચાલ્યા કરે છે અને આ કબૂલાત સતત વિકાસના વિષય તરીકે ચચિત રહી છે કાયદા ઘડનારાઓ કલમ ૨૫ અને ૨૬ ની રચના કરી કાંતિકારી પગલુ લીધુ છે અને આરોપી કોઇ ગુના સંબંધી પોલીસ સમક્ષ કે પોલીસ કસ્ટડી દરમયાનમાં કરેલી કબૂલાત પુરાવામાં અગ્રાહય જાહેર કરી દીધી છે.
Copyright©2023 - HelpLaw