
આરોપી પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે તેણે કરેલી કબૂલાત તેની વિરૂધ્ધ સાબિત કરી શકાશે નહી
કોઇ વ્યકિત પોલીસ અધિકારની કસ્ટડીમાં હોય તે દરમ્યાન તેણે કરેલી કબૂલાત મેજીસ્ટ્રેટની પ્રત્યક્ષ હાજરીમાં કરી ન હોય તો એ વ્યકિતની વિરૂધ્ધ તે સાબિત કરી શકાયશે નહી. સ્પષ્ટીકરણઃ- આ કલમમાં મેજિસ્ટ્રેટ શબ્દમાં ફોટૅ સેઇન્ટ જોજૅના ઇલાકામાં અથવા બીજે સ્થળે મેજીસ્ટ્રેટનુ કાયૅ બજાવતા ગામના મુખીનો સમાવેશ થતો નથી સિવાય કે તેવો મુખી ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ હેઠળ મેજિસ્ટ્રેટની સતા ભોગવતો મેજિસ્ટ્રેટ હોય ઉદ્દેશ્ય:- ઉદ્દેશ્ય કલમ ૨૪ હેઠળ પરલોભન ધમકી કે વચન હેઠળ કરાયેલી કબૂલાત અપ્રસ્તુત છે તેવી જ રીતે કલમ ૨૫માં પોલછસ અધિકારી સમક્ષ કરાયેલી કબૂલાત અપ્રસ્તુત છે જયારે આ કલમ ૨૬માં પોલીસ અધિકારીની કસ્ટડીમાં મેજીસ્ટ્રેટથી અપ્રત્યક્ષ રીતે કરાયેલી કબૂલાત અપ્રસ્તુત છે. કબૂલાતના પાયાનો સિધ્ધાંત એક જ છે અને તે એકે કબૂલાત મુકત રીતે સ્વેચ્છાએ કરેલી હોવી જોઇએ ઉપરની ત્રણે કલમોમાં જે સંજોગો બતાવ્યા છે તે પ્રમાણે મુકત અને સ્વૈચ્છિક કબૂલાત અસંભવ હોઇ તેને અપ્રસ્તુત તરીકે ગણી છે જેથી તે પુરાવામાં ગ્રાહય ગણી શકાય નહી.
Copyright©2023 - HelpLaw