પ્રલોભન ધમકી અથવા વચનની મન ઉપર પડેલી છાપ દૂર થઇ ગયા પછી કરેલી કબૂલાત પ્રસ્તુત છે. - કલમ:૨૮

પ્રલોભન ધમકી અથવા વચનની મન ઉપર પડેલી છાપ દૂર થઇ ગયા પછી કરેલી કબૂલાત પ્રસ્તુત છે.

અદાલતના અભિપ્રાય મુજબ પ્રલોભન ધમકી અથવા વચનથી મન ઉપર પડેલી છાપ પૂરેપૂરી દૂર થઇ ગયા પછી કલમ ૨૪માં ઉલ્લેખેલી કબૂલાત કરવામાં આવી હોય તો તે કબૂલાત પ્રસ્તુત ' છે. ઉદ્દેશ્ય: કલમ ૨૪માં પ્રલોભન ધમકી કે વચન આપીને લેવાયેલી કબૂલાત અપ્રસ્તુત ગણેલી છે પરંતુ અહીં આ પ્રલોભન ધમકી કે વચનની અસર દૂર થયા પછીની કરેલી કબૂલાત પ્રસ્તુત છે એવું આ કલમમાં જણાવાયું છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે પ્રલોભન ધમકી અને વચન અપાયાં હતા જે દૂર થયેલા છે અને પછી જ આરોપીએ આ કબૂલાત કરી છે જે પ્રસ્તુત ગણવામાં આવે છે. ટિપ્પણી: અહી સવાલ એ છે કે આરોપી મગજ ઉપર પ્રલોભન ધમકી અને વચનની અસર પહેલા તો હતી જ પરંતુ આ અસર દૂર થઇ છે કે કેમ તે ચકાસવાનો અહી પ્રશ્ન છે આ ચકાસણી માટે શું જરૂરી છે અને શું કરવું જોઇએ તે બાબતે વીચાવાની છે. આ માટે ફોજદારી કાર્યવાહી કરતા ન્યાયાધીશશ્રીએ એ જોવાનું હોય છે કે આરોપીએ ક્યારે અને કયા સંજોગોમાં આ કબૂલાત આપી છે કબૂલાત આપતા પહેલા આરોપી પોલીસ કસ્ટડીમાં હતોતો કસ્ટડી દરમ્યાન તેની સાથે કર્યો વતૅ ાવ કરવામાં આવ્યો હતો તેની સાથે સવાલ જવાબ થયા હોય તો કઇ બાબતે અને કયા કયા થયા હતા તેની પૂરતી વિગત જાણ્યા પછી જ આ ન્યાયાધીશે પોતાનો અભિપ્રાય બાંધવાનો હોય છે કે આ આરોપી આ અસર એટલે કે પ્રલોભન ધમકી અને વચનની મગજ ઉપરની માન્યતા દૂર કરાઇ છે કે કેમ આ માટે સ્વૈચ્છિકતા નો ટેસ્ટ કરવો જરૂરી બને છે.