તે કબૂલાત બીજી રીતે પ્રસ્તુત હોય તો તે ગુપ્ત રાખવાના વચન વગેરેને કારણે અપ્રસ્તુત નથી. - કલમ:૨૯

તે કબૂલાત બીજી રીતે પ્રસ્તુત હોય તો તે ગુપ્ત રાખવાના વચન વગેરેને કારણે અપ્રસ્તુત નથી.

જો એવી કબૂલાત બીજી રીતે પ્રસ્તુત હોય તો માત્ર ગુપ્ત રાખવાના વચન ઉપરથી કરેલી હોવાના કારણથી અથવા તે મેળવવાના હેતુથી આરોપી સામે કરેલા છેતરપીંડીના પરિણામે તે કરેલી હોવાના કારણથી અથવા આરોપી પીધેલી હાલતમાં હતો તે વખતે કરેલી હોવાનો કારણથી અથવા જે પ્રશ્નોનો ઉપર આપવાની તેની ફરજ ન હતી તે પ્રશ્નો ગમે તે પ્રકારના હોય તો પણ તેના ઉપરમાં તે કરેલી હોવાના કારણથી અથવા એવી કબૂલાત કરવા તે બંધાયેલો ન હતો એને તેની વિરૂધ્ધ એવી કબૂલાત પુરાવા રૂપે આપી શકાશે એવી ચેતવણી નહિ અપાઇ હોવાના કારણથી જ તે કબૂલાત અપ્રસ્તુત થતી નથી.

ઉદ્દેશ્યઃ- કલમ ૨૪ ૨૬ ૨૭ અને ૨૮ જે કબૂલાતો પ્રસ્તુત ગણવામાં આવી હોય તે કબૂલાતો નીચે જણાવ્યા મુજબના કારણોસર અપ્રસ્તુત થઇ જતી નથી.. (૧) ગુપ્ત રાખવાના વચનથી (૨) આરોપી ઉપર છેતરપીંડી કરવાના પરિણામરૂપે (૩) આરોપી જયારે પીધેલી હાલતમાં હોય (૪) સવાલનો જવાબ જેનો આરોપીએ જવાબ આપવાની જરૂર નહોતી (૫) આરોપીને કબૂલાત આપવની જરૂરત ન હોતી કે આ કબૂલાત પુરાવા તરીકે તેની સામે ઉપયોગ થઇ શકે તે બાબતની ચેતવણી અપાઇ નહોતી.

આ કલમનો મુખ્ય આશય કબૂલાત થઇ ગયેલા કથથનો કોઇ અન્ય બહાનના કે જે ઉપર પ્રમાણે જણાવ્યા છે તે હેઠળ અ-પ્રસ્તુત ન બને. ટિપ્પણી - આ કલમનો મૂળ હેતુ એ છે કે દઢ વિશ્ર્વાસનો ભંગ કે ભરોસાનો ભંગ અથવા એવી કોઇ ચાલાકી કરી કરેલી કબૂલાતને ખોટી ઠરાવી શકાશે નહી.