કબૂલાત કરનાર વ્યકિતને તેમજ જેમના ઉપર એક ગુના માટે સંયુકત રીતે ઇન્સાફી કાર્યવાહી ચાલતી હોય તેવી બીજી વ્યકિતઓને અસર કરતી અને સાબિત થયેલી કબૂલાતની વિચારણા - કલમ:૩૦

કબૂલાત કરનાર વ્યકિતને તેમજ જેમના ઉપર એક ગુના માટે સંયુકત રીતે ઇન્સાફી કાર્યવાહી ચાલતી હોય તેવી બીજી વ્યકિતઓને અસર કરતી અને સાબિત થયેલી કબૂલાતની વિચારણા

જયારે એક જ ગુના માટે એકથી વધારે વ્યકિતઓ ઉપર સંયુકત રીતે ઇન્સાફી કાર્યવાહી ચાલી રહી હોય અને તે પૈકી એકે પોતાના વિષે અને તેમનામાંથી બીજી કોઇ વ્યકિત વિષે કરેલી કબૂલાત સાબિત થાય ત્યારે જેણે કબૂલાત કરી હોય તેની વિરૂધ્ધ તેમજ તેવી બીજી વ્યક્તિની વિરૂધ્ધ તે કબૂલાત અદાલત વિચારણામાં લાં શકાશે. સ્પષ્ટીકરણઃ- આ ક્લમમાં આવતો ગુનો એ શબ્દમાં તે ગુનો કરવાન દમ્પ્રેરણ કરવાનો અથવા તે ગુનો કરવાની કોશિષ કરવાનો સમાવેશ થાય છે. ઉદ્દેશ્ય સામાનય રીતે જે વ્યકિતએ કબૂલાત કરી હોય તેની વિરૂધ્ધ તેની કબૂલાતમાં કરેલા ગુન્હા માટેની કાયૅવાહી થઇ શકે પરંતુ આ કલમમાં કંઇ વિશેષ પ્રાવધાન કરવામાં આવેલુ છે આ કલમમાં એક કરતા વધારે વ્યકિતઓ સામે જયારે એકજ ગુના માટે ન્યાયિક કાયૅવાહી ચાલતી હોય તો એક વ્યકિતએ કરેલી કબૂલાત કોર્ટ આ વ્યકિતની એકલાની વિરૂધ્ધમાં નહીં પરંતુ અન્ય વ્યકિત સામે પણ વિચારણામાં લઇ શકે આનાથી એ સ્પષ્ટ થાય છે કે એકજ ગુના માટે એક વ્યકિતએ કરેલી કબૂલાત ન્યાયિક પ્રક્રિયામાં સામેલ અન્ય ગુનેગારોને પણ સ્પષૅ છે એટલે કબૂલાત ન કરતી અન્ય વ્યકિતને પણ કબૂલાતના પરીણામની પરિધિમાં લાવવાનો આ કલમનો ઉદ્દેશ્ય છે. મદ્રાસ હાઇકોર્ટ નીરિક્ષણ કરેલું છે કે કલમ ૩૦ એ એવી અપવાદજનક અને અસામાન્નય બાબત છે જયાં જે પુરાવો નથી તે આરોપી સામે ફોજદારી કાર્યરીતિમાં ઉપયોગ કરવામાં આવે છે આવું પ્રાવધાનનું ખુબ જ સાવચેતી અને સંભાળપૂવૅક ઉપયોગ કરવાનુ થાય છે જેથી આ બાબતે તેના જરૂરિયાતવાળા ઇરાદાથી વધારે ખેંચવામાં આવે નહિ. ટિપ્પણી: આ કલમમાં (૧) એક કરતા વધારે વ્યકિતઓ ગુનેગાર હોવા જોઇએ. (૨) તેમની સામે ન્યાયિક કાર્યવાહી ચાલની હોવી જોઇએ (૩) આ ન્યાયિક કાર્યવાહી એક જ ગુના માટે હોવી જોઇએ (૪) એક વ્યકિતએ કરેલી કબૂલાત તે સાબિત થયેલી હોવી જોઇએ. (૫) આ સાબિત થયેલી કબૂલાત અને વ્યકિત સામે પણ કોર્ટ વિચારણામાં લઇ શકે. આ કલમમાં જે વ્યકિત કબૂલાત કરે છે તે વ્યકિત (એ) બીજી વ્યકિત કે જેને આ કબૂલાત અસર કરે છે તેની ગેરહાજરીમાં કરે છે, (બી) વ્યકિત જે કબૂલાત કરે છે તે સોગંદ ઉપર કરતી નથી. (સી) કબૂલાત કરતી વ્યકિતની બીજી વ્યકિત જેને અસર કરે છે તેના દ્રારા ઉલટ તપાસ કરી શકાતી નથી. એટલે આ કબૂલાત કલમ ૩ પ્રમાણે પુરાવા ની વ્યાખ્યામાં આવતી નથી. કોટૅ । એટલા માટે આ પુરાવાને નબળો પુરાવો ગણે છે.