સ્વીકૃતિ નિર્ણાયક સાબિતી નથી પણ તે પ્રતિબંધ તરીકે અમલમાં આવી શકે. - કલમ:૩૧

સ્વીકૃતિ નિર્ણાયક સાબિતી નથી પણ તે પ્રતિબંધ તરીકે અમલમાં આવી શકે.

સ્વીકૃતિઓ સ્વીકૃત કરેલી બાબતોની નિર્ણાયક સાબિતી નથી પરંતુ આમા હવે પછી જણાવેલી જોગવાઇઓ હેઠળ તે વિબંધન (એસ્ટોપેલ) ની ગરજ સારી શકે ઉદ્દેશ્ય કલમ ૧૭ થી ૨૩ માં જે સ્વીકૃતિઓની ચર્ચા કરેલી છે તેમા સ્વીકૃત કરેલી બાબતો માટે સ્વીકૃતિ એક નિણૅયાત્મક પુરાવો બની જતી નથી. મતલબ સ્પષ્ટ છે કે તેને નકારવાનો કે તેનું સ્પષ્ટીકરણ આપવાનો કે તે ભૂલભરેલી હતી તે બાબતનો અવકાશ છે.

પરંતુ સાથે સાથે એ પણ કહેવામાં આવ્યુ છે કે સ્વીકૃતિ કરનાર વ્યકિત સામે એક વખત કરેલી સ્વીકૃતિ નકારવા કે પાછી ખેંચી લેવા બાબતે આ કલમ મુજબ પ્રતિબંધ ઊભો થઇ જાય છે મતલબ કે તે સ્વીકૃતિ નકારી કે પાછી ખેંચી લઇ ન શકે જયાં સુધી તે પોને જ યોગ્ય પુરાવાઓ રજૂ કરી નકાર કરવાની સાબિની રજૂ ન કરે ટિપ્પણી: આ કલમ સ્પષ્ટ બતાવે છે કે સ્વીકૃતિ કદી પણ સ્વીકૃત કરેલી બાબતો હકીકતો અંગે નિર્ણાયક સાબિતી બનતી નથી પરંતુ તમે તેને નકારવાની કોશીષ કરો તો તુરંત જ તે બાબતે પ્રતિબંધ ઊભો થાય છે આ બાબતનો સવૅ સામાન્ય નિયમ એ છે કે તેમ એકવાર કોઇ હકીકત માની લો અને સામેવાળી વ્યકિત આ બાબતે ભરોસો રાખતી હોય તો આવી સ્વીકૃત કરેલી બાબતે તમે નકારી શકો નહી. બે પક્ષકારો વચ્ચે કોઇ કરાર થયો હોય અને એક પાટી આ કરારમાં પાછળથી કાંઇ વાંધા વચકા કાઢે તો આ વાંધા વચકા પહેલા કેમ ન કાઢયા અને હવે કેમ જરૂર પડી તે સાબિત કરવાની જવાબદારી તે પક્ષકાર ઉપર છે જે આવા વાંધાં વચકા કાઢે છે. વિમાની શરતો પ્રમાણે જો કલેમ કરનાર શખ્સને તમો વિમાના કલેમની રકમ ન આપી શકો તો કલેઇમ કરનારે વિમાની કઇ શરતનો ભંગ કર્યો છે તે અને આ શરત નિણૅાયક હતી કે કેમ તે પુરવાર કરવાની જવાબદારી વિમા કંપનીની રહે છે. કલમમાં જણાવ્યા પ્રમાણે હવે પછીની જોગવાઇઓ અનુસાર તે પ્રતિબંધક તરીકે અસર કરી શકે આનાથી એ સ્પષ્ટ થાય છે કે ચોકકસ જોગવાઇઓના આધારે જ આ સ્વીકૃતિ સ્વીકૃતિઓ પ્રતિબંધક બને છે પરંતુ હંમેશા તે પ્રતિબંધક બનતી નથી જો સ્વીકૃતિ ને પ્રતિબંધકની અસર ન નડતી હોય તો યોગ્ય પુરાવા આપી સ્વીકૃતિ કરનાર આવી સ્વીકૃતિ નકારી શકે છે. સ્વીકૃતિઓ જે પક્ષકાર સ્વીકૃતિ કરે તેની વિરૂધ્ધ તેમજ તેના હકક પ્રતિનિધીઓ વિરૂધ્ધ સાબિત કરી શકાય.