મૃત્યુ પામેલી અથવા ન મળી આવતી વ્યકિત વગેરેએ પ્રસ્તુત હકીકત વિશે કરેલ કથન કેવા સંજોગોમાં પ્રસ્તુત ગણાય - કલમ:૩૨

મૃત્યુ પામેલી અથવા ન મળી આવતી વ્યકિત વગેરેએ પ્રસ્તુત હકીકત વિશે કરેલ કથન કેવા સંજોગોમાં પ્રસ્તુત ગણાય

મૃત્યુ પામી હોય અથવા ન મળી આવતી હોય અથવા જુબાની આપવા અશકિતમાન બની હોય અથવા કેસના સંજોગો ઉપરથી ન્યાયાલયને ગેરવાજબી જણાય એટલો વિલંબ કે ખર્ચે કર્યું । વિના હાજર કરી શકાતી ન હોય તે વ્યકિતએ કરેલા લેખિત કે મૌખિક કથનો નીચેના સંજોગોમાં પ્રસ્તુત હકીકત છે. (૧) તે મૃત્યુના કારણ સંબંધી હોય ત્યારે પોતાના મૃત્યુના કારણ વિષે અથવા જેના પરિણામ પોતાનુ મૃતયું થયું હોય તે બનાવના કોઇ સંજોગો વિષે કોઇ વ્યકિતએ કંઇ કથન કર્યું હોય ત્યારે જેમ તે વ્યકિતના મૃત્યુના કારણનો પ્રશ્ન ઊભો થયો હોય તે કેસોમાં તે કથના કરવામાં આવ્યા તે સમયે તે કરનાર વ્યકિતને પોતાનુ મૃત્યુ નજીકમાં હોવાનુ લાગ્યું હોય કે ન હોય તો પણ અને જેમા તેના મૃત્યુના કારણનો પ્રશ્ન ઊભો થયો હોય તે કાયૅવાહી ગમે તે પ્રકારની હોય તો પણ તેવા કથનો પ્રસ્તુત છે. (૨) દસ્તુર મુજબ કરવામાં આવ્યું હોય ત્યારે તેવું કથન એવી વ્યકિતએ સામાન્ય દસ્તુર મુજબ કર્યું હોય ત્યારે અને ખાસ કરીને સામાન્ય દસ્તુર મુજબ અથવા વ્યાવસાયિક ફરજ બજાવવામાં રાખેલા પુસ્તકોમાં તેણે કરેલી નોંધ અથવા ટિપ્પણ રૂપ હોય ત્યારે અથવા પૈસા માલ જામીનગીરીઓ અથવા કોઇ પણ જાતની મિલકત મળ્યાની પહોંચ રૂપે હોય અથવા તે ઉપર તેણે કરેલી સહી રૂપે હોય ત્યારે અથવા વેપારમાં ઉપયોગમાં લેવાના પોતે લખેલા અથવા સહી કરેલા દસ્તાવેજ રૂપે હોય અથવા જે પત્ર કે બીજા કોઇ દસ્તાવેજ ઉપર તે સામાન્ય રીતે તારીખ નાખતો હોય અથવા તે લખતો હોય અથવા તે ઉપર સહી કરતો હોય તે પત્ર અથવા દસ્તાવેજની તારીખ રૂપે હોય ત્યારે (૩) કરનારના હિત વિરૂધ્ધ હોય ત્યારે-કથન કરનાર વ્યકિતના આર્થિક કે માલિકી હીત વિરૂધ્ધ તે કથન હોય ત્યારે અથવા તે કથન ખરૂ હોય તો તેના ઉપરથી ફોજદારી કામ અથવા નુકશાની માટેનો દાવો ચલાવી શકાય અથવા શકાયો હોય ત્યારે (૪) સાર્વજનિક હક અથવા રિવાજ અથવા સામાન્ય હિતની બાબતો સંબંધી અભિપ્રાય આપતુ હોય ત્યારે.- કોઇ સાર્વજનિક હક અથવા કોઇ રિવાજ અથવા કોઇ સાર્વજનિક અથવા સામાન્ય હિતની બાબતનુ અસ્તિત્વ હોય અને તેના વિષે જે વ્યકિત જાણતી હોવાનો સંભવ હોય તો તેના વિષેનો અભિપ્રાય તે કથનમાં હોય ત્યારે અને એવા હક રિવાજ અથવા બાબત અંગે કોઇ વિવાદ ઊભો થયા પહેલા કે કથન કરવામાં આવ્યુ હોય ત્યારે (૫) અથવા સગપણના અસ્તિત્વ વિશે હોય ત્યારેઃ- જેના લોહી લગ્ન અથવા દતકગ્રહણ ઉપર આધારિત સગપણ વિષે કથન કરનાર વ્યકિતને માહિતી હોવાના ખાસ સાધનો હોય તે વ્યકિતઓના લોહી લગ્ન અથવા દતકગ્રહણ ઉપર આધારિત કોઇ પણના અસ્તિત્વ વિષે તે કથન હોય ત્યારે અને વિવાદસદ પ્રશ્ન ઊભો થતા પહેલા તે કથન કરવામાં આવ્યુ હોય ત્યારે (૬) અથવા કૌટુંબિક બાબતોને લગતા વિલમાં અથવા ખતમાં કર્યું હોય ત્યારે મહૂમ વ્યકિતઓ વચ્ચે લોહી લગ્ન અથવા દંતકગ્રહણ ઉપર આધારિત સગપણના અસ્તત્વ વિષે તે કથન હોય અને આવી કોઇ મર્હુમ વ્યકિતના કુટુંબ સંબંધી કોઇ વિલ અથવા ખતમાં અથવા કુટુંબની વંશાવળીમાં અથવા કબરના પથ્થર ઉપર કે કુટુંબની તલવાર ઉપર અથવા જેને ઉપર ઘણું ખરૂં એવા કથનો કરવામાં આવતા હોય તેવી બીજી કોઇ વસ્તુ ઉપર વિવાદાસ્પદ પ્રશ્ન ઊભો થતા પહેલા તે કથન કરવામાં આવ્યુ હોય ત્યારે (૭) કલમ ૧૩ના ખંડ(એ)માં જણાવેલા વ્યવહાર સંબંધી કોઇ દસ્તાવેજમાં હોય ત્યારેઃ- તે કથન કલમ ૧૩ના ખંડ (એ)માં જણાવેલા વ્યવહાર સંબંધી કોઇ ખત અથવા વિલ અથવા બીજા દસ્તાવેજમાં હોય ત્યારે (૮) અથવા વિવાદાસ્પદ બાબત સંબંધે ઘણી વ્યકિતઓએ લાગણીઓ દર્શાવી હોય ત્યારેઃ- વિવાદાસ્પદ બાબત સંબંધે જયારે ઘણી બધી વ્યકિતઓએ કથન કર્યું હોય અને લાગણીઓ દશે વી હોય અથવા તેમના થકી છાપ ઊભી થઇ હોય ત્યારે મૃત્યુના આરે પહોંચેલી વ્યકિતએ કરેલુ કથનઃ- મૃત્યુના આરે પહોંચેલી વ્યકિતએ તેના મૃત્યુના કારણ સંબંધી કે એવો કોઇ વ્યવહાર કે મૃત્યુનું કારણ બનતો હોય તે બાબતેનુ કથન કરેલુ હોય તેવા કથનને મરણોન્મુખ નિવેદન ચાને કે ડાંઇગ ડેકલેરેશન કહેવાય છે આ વ્યકિત કે જે મરણસમીપ ઊભી છે તે સાચું જ ખોલશે એ મુદ્દા ઉપર આ ખડમાં કરેલુ મરણોન્મુખ નિવેદન પુરાવામાં ગ્રાહય બને છે તેવું આ કલમમાં જણાવે છે. મરણોન્મુખ નિવેદનના પુરાવાને ગ્રાહય કરવા બાબતે સુપ્રિમ કોર્ટે કરેલ નિરીક્ષણ વ્યકિત મરણની નજીક હોય છે જયારે આ દુનિયાની બધી આશા વિલિન થઇ હોય છે જયારે ખોટાપણાનો હેતુશાંત થઇ ગયેલો હોય છે અને વ્યકિતને સાચું બોલવા માટે કોઇ ખૂબ શકિતશાળી બાબતની ઉત્પરિત કરાય છે ત્યારે આવી છેવટની ઘડીએ કરેલુ મરણોન્મુખ નિવેદન માનવા લાયક હોય છે એવો ન્યાયિક સિધ્ધાંત છે આમ છતાયે બીજા સંજોગો કે જે સચ્ચાઇને અસર કરતા હોય છે તે લક્ષ્યમાં રાખી આવી જાતના પુરાવાને (મરણોન્મુખ નિવેદનને) ખૂબ જ સાવચેતી પૂવૅક મુલવણી કરી યોગ્ય મહત્વ આપવાનુ હોય છે મૃત્યુની પથારીએ પડેલ વ્યકિત એટલો ગંભીર અને શાંત હોય છે કે જેથી કાયદો તેના નિવેદનની સચ્ચાઇને માને છે એટલા માટે જ સોગંદ આપવાની બાબત અને ઉલટતપાસ કરવાની બાબત આવા પુરાવામાં જતી કરવામાં આવે છે આરોપી મરણોન્મુખ નિવેદન પ્રત્યે ઉલટતપાસ લઇ શકતો ન હોઇ ફોર્ટને આ નિવેદનનું ખરાપણું અને સત્ય હોવા બાબતેનો પૂરો ભરોસો થવો જોઇએ કોર્ટે હંમેશા એનું ધ્યાન રાખવાનુ રહે છે કે આ નિવેદન રટાયેલું કે ઉત્પ્રેરિત કે કલ્પનાતીત નથી. કોર્ટે એ પણ જોવાનુ રહે છે કે મરનાર વ્યકિત આ નિવેદન કરતી વખતે માનસિક રીતે સ્વરથ હતી અને મરનારને જોવા અને ઓળખવાની તેને તક મળી હતી મરનાર માનસિક રીતે સ્વસ્થ અને સમાન હતા કે નહીં તેની ખાતરી કરવા માટે કોર્ટ સામાન્ય રીતે ડોકટરના અભિપ્રાય ઉપર આધાર રાખે છે પરંતુ જયા નજરે જોનાર સાક્ષી એમ કહે કે મરનાર વ્યકિત સ્વસ્થ અને સભાન (નિવેદન વખતે) હતી ત્યારે તે મેડીકલ રિપોર્ટની ઉપર વટ જાય છે અને એ પણ ન કહી શકાય કે ડોકટરનું ફીટનેસનુ સટીફીકેટ નથી એટલે માટે આવું મરણોન્મુખ નિવેદન ધ્યાને લઇ શકાશે નહિ મરણોન્મુખ નિવેદન મૌખિક હોય કે લેખિત હોય અથવા તો કોઇ એવી પુરતી આપેલ જેવા કે કોઇ શબ્દો કે નિશાની કે બીજી કોઇ રીત જેનાથી ચોકકસ અને સાચો ઇશારો મળી રહે મોટા ભાગના કેસોમાં આવું મરણ થવાનું હોય ત્યારે ડોકટર મેજીસ્ટ્રેટ કે પોલિસ ઓફિસર મરણોન્મુખ નિવેદન લેતા હોય છે આ યારે રેકર્ડ કરવામાં આવે છે ત્યારે કોઇ સોગંદ લેવાની જરૂરત રહેતી નથી કે મેજિસ્ટ્રેટની હાજરીની પણ સંપૂર્ણ રીતે જરુરીયાત રહેતી નથી પરંતુ આ મરણોન્મુખ નિવેદનની પ્રમાણભૂતતા સાબિત કરવા માટે સામાન્ય રીતે જો મેજીસ્ટ્રેટ આવી શકે તેમ હોય તો તેમને બોલાવવા હિતાવહ રહે છે કાયદામાં મેજીસ્ટ્રેટ દ્વારા જ આ મરણોન્મુખ નિંદન લેવુ જોઇએ અને તેના માટે કાયદાકીય કોઇ ફોર્મ છે એવું નથી. આના કારણે આવા મરણોન્મુખ નિવેદનોનું પુરાવાકીય કેટલું મુલ્ય છે તે કેસના હકીકત અને સંજોગો ઉપર આધારિત છે જરૂરિયાતની બાબત એ છે કે જે વ્યકિતએ મરનારનુ મરણોન્મુખ નિવેદન લીધુ હોય તેણે એ જોવાનું રહે છે કે આ નિવેદન લેતી વખતે મરનાર માનસિક રીતે સ્વસ્થ ને સભાન હતો જયાં મેજીસ્ટ્રેટની જુબાનીથી એ સાબિત થાય કે દાકતરના તપાસ્યા વગર પણ મરનાર વ્યકિત સભાન અને સ્વસ્થ હતા અને નિવેદન આપી શકે તેમ હતા અને આ નિવેદન સ્વૈચ્છિક અને સાચું હતું તો આવુ નિવેદન પુરાવામાં ગ્રાહય ગણી શકાય ડોકટરનુ સટી એ માત્ર એક સાવધાનીનો નિયમ છે નિવેદનનું ખરાપણું અને સ્વૈચ્છિકતા બીજી રીતે પણ પ્રતિપાદન થઇ શકે. મરણોન્મુખ નિવેદન લીધા પછી વ્યકિત જીવિત રહે તોઃ મરણોનમુખ નિવેદન નોંધ્યા પછી જો ભોગ બનનાર જીવી જાય તો તેને સી.આર.પી.સી ૧૬૪ પ્રમાણેની કબૂલાત ગણી શકાય નહી. તે માત્ર ગેર ન્યાયિક નિવેદન બની રહે છે પરંતુ જો પોલીસની હાજરીમાં આવેદન લેવાયુ હોય તો કલમ ૨૫ અને ૨૬ નો બાધ નડે.