અમુક પુરાવાની તેમા જણાવેલી હકીકતો સાચી હોવાનુ સાબિત કરવા માટે પછીની બીજી કાર્યવાહીમાં પ્રસ્તુતતા - કલમ:૩૩

અમુક પુરાવાની તેમા જણાવેલી હકીકતો સાચી હોવાનુ સાબિત કરવા માટે પછીની બીજી કાર્યવાહીમાં પ્રસ્તુતતા

કોઇ ન્યાયિક કાર્યવાહીમાં અથવા જેને કાયદાથી પુરાવો લેવાનો અધિકાર મળ્યો હોય તે વ્યકીત સમક્ષ કોઇ સાક્ષીએ આપેલી જુબાની જયારે એવો સાક્ષી મૃત્યુ પામ્યો હોય અથવા મળી શકતો ન હોય અથવા જુબાની આપવાને અશકિતમાન હોય અથવા પ્રતિપક્ષીએ તેને દૂર રાખ્યો હોય અથવા કેસના સંજોગો ઉપરથી ન્યાયાલયને ગેરવાજબી જણાય એટલો વિલંબ કે ખચૅ કમૅ વિના હાજર કરી શકાતો ન હોય ત્યારે પછીની કોઇ ન્યાયિક કાયૅવાહીમાં અથવા સદરહુ કાયૅવાહીની પાછળના તબકકામાં તે જુબાનીમાં જણાવેલી હકીકત ખરી છે કે કેમ તે સાબિત કરવાના હેતુ માટે તે પ્રરસ્તુત છે. પરંતુ તે કાર્યવાહી તે જ પૅ કારો અથવા તેના હિત પ્રતિનિધિઓ વચ્ચે હોવી જોઇએ પ્રથમની કાયૅવાહીમાં પ્રતિપક્ષીને ઉલટતપાસ કરવાનો હકક અને તક મળેલા હોવા જોઇએ. પ્રથમની કાયૅવાહીમાં તેમજ પછીની બીજી કાયૅવાહીમાં વાદગ્રસ્ત પ્રશ્નો મહદઅંસે એક જ પ્રકારના હોવા જોઇએ સ્પષ્ટીકરણ:- ફોજદારી મુકદ્દમો અથવા તપાસ આ કલમના અથૅ મુજબ ફરિયાદ પક્ષ અને આરોપીની વચ્ચેની કાયૅવાહી છે એમ ગણાશે. ઉદ્દેશ્ય: હીયરસે એટલે કે કહીસૂની નો પુરાવા આ કલમમાં ગ્રાહય રાખવા માટેનુ પ્રાવધાન કરેલુ છે આ કલમનો પુરાવો કહી સૂની પુરાવો કેટલે અંશે છે તે બાબતની ચર્ચા । આગળ કરી છે પરંતુ પહેલી કાયૅરીતિ થઇ ગયા પછી બીજી કાયૅરીતિમાં આ જ સાક્ષીઓ કોર્ટ સમક્ષ પુરાવો આપવા હાજર ન હોવા છતા પણ તેમની અગાઉની જુબાનીમાં આપેલો પુરાવો ગ્રાહયો રાખવામાં આવે છે એટલે કે પછીની કાયૅવાહીમાં જે પુરાવો અમુક ચોકકસ સંજોગોમાં ગ્રાહય ગણવામાં આવે છે તે સાક્ષીઓની હાજરી કોર્ટમાં ન હોવા છતા પણ આવો પુરાવો માન્ય બનતો હોઇ આ પુરાવાને કહીસૂની (હીયરસે) પુરાવો ગણાવામાં આવ્યો છે. આ કલમ મુજબ પુરાવો જે આપવામાં આવેલ હોય તે (૧) ન્યાયિક કાર્યવાહી સમક્ષ આપવામાં આવેલો હોય અથવા (૨) કાયદાથી અધિકાર મળ્યો હોય તે વ્યકિત સમક્ષ આપેલો હોવો જોઇએ. આવી રીતે આપવામાં આવેલો પુરાવો જે પ્રસ્તુત છે તે પછીની બીજી કાયૅવાહીમાં અથવા એજ કાયૅવાહી પછીના તબકકામાં નીચેના સંજોગોમાં પણ પ્રસ્તુત બને છે (એ) જયારે સાક્ષી મૃત્યુ પામેલ હોય (બી) જયારે સાક્ષી મળી શકતો ન હોય (સી) જયારે સાક્ષી કોટૅમાં અથવા બીજી રીતે જુબાની આપવા અસમથૅ હોય (ડી) જયારે પ્રતિપક્ષીએ તેને જુબાની આપવામાંથી અળઘો કરી દીધ હોય (ઇ) કોટૅને સંજોગો જોતા એવુ લાગે કે વિલંબ કે ખચૌ કયૅ । વગર સાક્ષી જુબાની આપવા માટે કોર્ટમાં હાજર રહી શકશે નહી. આ ઉપર જણાવેલી વિગતો નીચેની માત્ર ત્રણ જ પરંતુકમાં સામેલ કરાઇ છે. (એ) કાયૅવાહી જે અગાઉ થઇ હતી અને પછીની કાયૅવાહી ચાલે છે. તેના પક્ષકારો અથવા હકક પ્રતિનીધિઓ અગાઉની અને ચાલુ કાર્યવાહીઓમાં એક જ હોવા જોઇએ (બી) પ્રતિપક્ષીને પહેલી કાયૅરીતિમાં ઉલટ તપાસ કરવાનો હકક મળેલો હોવો જોઇએ. (સી) પહેલી અને બીજી કાયૅરીતિમાં વાદગ્રસ્ત મુદ્દા મહદ અંશે એક જ હોવા જોઇએ. ફોજદારી કાયૅરીતિ કે તપાસની કાયૅરીતિ આ કલમમાં ઉપર મથાળે જે કાયૅરીતિની વાત કરી છે તેમા આવરી લેવાઇ છે. સાક્ષીએ અગાઉ કરેલ કથનો કલમ જણાવેલી શરતો પ્રમાણે ચુસ્ત રીતે સાબિતી અપાયા પછી જ તેને પછીના કે ચાલુ કાયૅરીતિના બીજા ભાગમાં પુરાવામાં ગ્રહય કરી શકાય.