
હિસાબના ચોપડામાંની નોંધ કયારે પ્રસ્તુત ગણાય
ધંધાના દસ્તુર મુજબ નિયમિત રીતે રાખેલા ઇલેકટ્રોનિક સ્વરૂપમાં રાખેલી હોય તે નોંધો સહિત હિસાબના ચોપડામાંની નોંધો જે બાબત વિશે ન્યાયાલયને તપાસ કરવાની હોય તે સંબંધી હોય તો તે પ્રસ્તુત છે પણ સદરહુ કથનો જ માત્ર કોઇ વ્યકિત ઉપર જવાબદારી નાખવા માટે પુરાવો ગણાશે નહિ. ઉદ્દેશ્ય:- નિયમીત રીતે રાખેલા હિસાબના ચોપડાની નોંધો જે તે વખતે નોંધ કરાઇ હોવાને કારણે ચોકકસ હોય અને જે તે વખતે ખોટું કરવાનો કોઇ હેતુ પણ ઊભો ન થયો હોય અને આવી નોંધો ખોટી હોવાની શકયતા નહિવત હોય છે અને આ કારણે કામકાજ દરમ્યાનની નિયમીત રીતે રખાયેલી હિસાબની નોંધોને ખરી માનવામાં આવી છે અને જયારે કોટૅ સમક્ષ કોઇ બાબત તપાસ કરવાની થાય ત્યારે આવી નોંધો જો તે તપાસને સંદર્ભિત હોય તો તે નોંધોને પુરાવો તરીકે ગણવામાં આવે છે પરંતુ કોઇ વ્યકિતને તેની ઉપર જવાબદારી લાદવા બીજો પુરાવો રજૂ કરવાનો થાય છે. આ બીજા પુરાવા વગર વ્યકિત ઉપર જવાબદારી લાદી શકાય નહી. ટિપ્પણી:- કોઇ વ્યકિત જયારે પોતાના હિસાબી ચોપડામાં કોઇ નોંધ પાડે છે ત્યારે આવા હિસાબો નિયમિત પણે લખાતા હોવાના કારણે અવી નોંધો ખોટી હોવાનો કોઇ સવાલ રહેતો નથી અને વધુમાં આવી નોંધો ચોકકસ પણ હોય છે અને આ સિધ્ધાંત ઉપર આ કલમની રચન કરવામાં આવેલી છે.
Copyright©2023 - HelpLaw